Posts

Showing posts from 2017

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ફિલિસ્તીનના વચ્ચે ખુબ જ લાંબા સમયથી ચાલી રહેલો વિવાદને બાયપાસ કરીને એક અતિ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે દ્વિરાષ્ટ્રનો ખ્યાલનો અસ્વીકાર કરતા યેરૂશલમને ઇઝરાઈલની રાજધાનીના રૂપમાં માન્યતા આપી હતી. આ સાથે અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી યેરૂશલમમાં સ્થાપિત કરવાના સંબંધમાં પણ તેમની મંજૂરી આપી હતી. અમેરીટકાનો આ ફેંશલો જ્યાં એક વધુ આંતરાષ્ટ્રીય સમુદાયની રાય તેમજ પક્ષથી પૃથક છે તો બીજી બાજુ ઇઝરાયલના પક્ષને માન્યતા પણ પ્રદાન કરે છે. મુખ્ય બિંદુ  ઇઝરાઇલિઓ અને ફ્લસ્તીનિયોના પવિત્ર શહેર યેરૂશલમને લઈને વિવાદ ખુબ જ જૂનો અને ઊંડો છે. આ શહેર ફક્ત ઇસ્લામ અને યહૂદિયોં માટે મહત્વપૂર્ણ છે  એવું નથી પણ આ ખ્રિસ્તી ધર્મ અને અર્મેનિયાના લોકો માટે પણ ખુબ જ મહત્વપૂર્ણ એક પવિત્ર સ્થાન છે.  આનું સુધી મહત્તમ કારણ એ છે કે આ ત્રણેય સંપ્રદાય પૈગંબર ઇબ્રાહીમ પોત પોતના ધાર્મિક ઇતિહાસના અહમ અંગ માને છે. આ દુનિયાનું સૌથી પ્રાચીન શહેરમાંથી એક છે.  આ શહેરના કેન્દ્રમાં એક પ્રાચીન શહેર વસે છે જેને ઓલ્ડ શહેરના નામથી ઓળખવામાં આવે છે. એમની ચારે ...

ભારતના રાજકારણના સચિન એટલે - નરેન્દ્ર મોદી

ક્રિકેટનું નામ આવે અને સચિન તેંડુલકરને યાદ કરવામાં ન આવે એવું ભાગ્યે જ બને. જે રીતે ભારતીય સિનેમામાં અમિતાભ બચ્ચને જે ઉંચાઈ પ્રાપ્ત કરી છે તે જ રીતે જો ભારતીય રાજકારણમાં જો કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે નામના અને સૌથી ઉંચાઈ જો કોઈ પોહ્ચ્યું હોય તો તે ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. 2001માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સપથ લીધા ત્યારે કોઈ ને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે આ વ્યક્તિ ભારતની તસ્વીર બદલી નાખશે. એક રાજકીય પાર્ટીનો સામાન્ય કાર્યકતા આજે એશિયાનો સૌથી વિકસતા દેશનું પ્રતિનિધિ કરે છે ત્યારે એક સામાન્ય વ્યક્તિ તરીકે ગર્વ થવો જોઈએ.  નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હંમેશા છ કરોડ ગુજરાતીની વાત કરતા અને આજે જયારે તે ભારતના વડાપ્રધાન છે ત્યારે 125 કરોડ ભારતીયની વાત કરે છે જે સૌથી વધારે સારી વાત છે. આપણે બધાએ સૌથી પહેલા ભારતીય હોવાનો ગર્વ હોવો જોઈએ. એક પછી એક એમ ભારતના રાજકારણના બધા રેકોર્ડ નરેન્દ્ર મોદીએ તોડી નાખ્યા છે.  પ્રધાનમંત્રી બન્યા બાદ એક પછી એક એમ કુલ મળીને અત્યારે 19 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.  નરેન્દ્ર મોદી જયાર...

આજે ભારતના પ્રથમ મહિલા ફોટોજર્નાલિસ્ટ હોમી વ્યારાવાલાની ૧૦૪મી જન્મજયંતિ છે.

હોમી વ્યારાવાલાજીનો જન્મ ગુજરાતના નવસારી જિલ્લામાં આજના દિવસે ૧૯૧૩માં થયો હતો. તેમનો જન્મ એક માધ્યમ વર્ગના પારસી પરિવારમાં થયો હતો.. તેમનું બાળપણ ગુજરાતમાં વીત્યું હતું પરંતુ તેમના પિતાની થીએટર કંપની હોવાને કારણે તેઓ મુંબઈમાં સ્થાઈ થયા હતા. મુંબઈ આવ્યા પછી જે. જે. આર્ટ્સ સ્કુલમાં ફોટોગ્રાફીની શિક્ષા પૂર્ણ કરીને તેને ડિગ્રી મેળવી લીધી હતી. તેમને તેમના મિત્ર માણેકશા જમશેતજી વ્યારાવાલા સાથે લગ્ન કર્યા હતા જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એકાઉનટન્ટ અમે ફોટોગ્રાફર હતા.  હોમી વ્યારાવાલાજીએ ૧૯૩૮માં ફોટોગ્રાફીના વિશ્વમાં તેમણે શરુઆત કરી અને તે ભારતની પ્રથમ મહિલા ફોટોગ્રાફર બન્યા હતા. તે જમાનામાં કેમેરા એક ચમત્કાર માનવામાં આવતો હતો. હોમીજી પ્રથમ મહિલા ફોટોગ્રાફર બનવાની સાથે એક હોનહાર ફોટો પત્રકાર પણ હતા જેને આજે ફોટોજર્નાલીસ્ટ તરીકે ઓળખીયે છીએ. તેમની પ્રથમ તસ્વીર બોમ્બે ક્રોનિકલમાં પ્રકાશિત થઇ હતી. પ્રકાશિત થયેલી દરેક તસ્વીર માટે હોમી વ્યારાવાલાજીને એક રૂપિયા મેહ્ન્તાનું મળતું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી, તેમણે ધ  ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા મેગેઝીન માટે કામ કરવાનું શરુ કર્યું જે ૧૯૭૦ સુધી ...

આંતરાષ્ટ્રીય અદાલતમાં ભારતને સૌથી મોટી કામયાબી આપવવાળા દલવીર ભંડારી વિષે જાણો આ ખાસ વાત.

ભારતના જસ્ટિસ દલવીર ભંડારીને ઇન્ટરનૅશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સૌથી મોટી જીત મેળવી લીધી છે. આ સાથે જ તે બીજી વાર આંતરાષ્ટ્રીય અદાલતના જજ બની ગયા છે. ભંડારીની સામે બ્રિટેનના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રીનવુડ હતા. દલવીર ભંડારીને જનરલ એસેમ્બલીમાં 183 મત મળ્યા હતા જયારે સિક્યોરિટી કાઉન્સિલમાં જસ્ટિસ ભંડારીને 15 મત મળ્યા હતા. આઇસીજેની છેલ્લી સીટ માટે મતદાન 20 નવેમ્બરની રાત ના આંતરાષ્ટ્રીય ન્યાયાલયમાં આયોજન કરાયું હતું. વર્ષ 1945માં સ્થપાયેલી આઈસીજેમાં આવું પહેલી વાર બન્યું હતું કે કોઈ બ્રિટિશ ન્યાયાધીશ નહિ હોય. જાણો જસ્ટિસ દલવીર ભંડારીની કેટલીક ખાસ વાત : 1. દલવીર ભંડારી ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ હતા. તેમનો જન્મ 1 ઓક્ટોમ્બર 1947માં રાજસ્થાનના જોધપુરમાં થયો હતો.  2. દલવીર ભંડારીના પિતા અને દાદા રાજસ્થાન બાર એસોસીએસનના સદસ્ય હતા. જોધપુર વિશ્વવિદ્યાલયમાંથી તેમેણે વકીલાતનો  અભ્યાસ કર્યો ત્યાર પછી એમણે રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરી.  3. વર્ષ 1991માં ભંડારી દિલ્હી આવી ગયા અને દિલ્હીમાં જ વકાલત કરવા લાગ્યા. ઓક્ટોમ્બર 2005માં તે મુંબઈ ઉચ્ચ ન્યાયા...

મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનું જીવન પરિચય.

ચીનના સન્યામાં આયોજિત મિસ વર્લ્ડ 2017ના પ્રતિયોગિતામાં ભારતની માનુષી છિલ્લરે જીતીને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. માનુષી ભારતના હરિયાણા રાજ્યની છે. તેણે આ વર્ષે જ ફેમિના મિસ ઇન્ડિયા 2017નો ખિતાબ જીત્યો હતો. આજે તે દેશની છઠ્ઠી મિસ વર્લ્ડના રૂપમાં પોતાનું નામ ઇતિહાસના પન્નોમાં લખાવી દીધુ.  માનુષીની ઉમર વીસ વર્ષ છે અને તે એક મેડિકલની છાત્રા છે. આ એક ખુબ જ પ્રતિભાશાળી માતા પિતાની સંતાન છે જેના જીવનમાં શિક્ષાની અલગ જ પહેચાન રહી છે. તેમ છતા માનુષીએ મૉડલિંગ તેમજ કુશળ ડાન્સર પણ છે. તેમણે કુચીપુડી નૃત્યની તાલિમ  પણ લીધી છે. આ તાલિમ પ્રસિદ્ધ રાજા રેડ્ડી, કૌશલ્યા રેડ્ડી પાસેથી પ્રાપ્ત કરી છે.   માનુષી નો જન્મ 14 મેં 1997ના રોજ  સોનીપત હરિયાણામાં થયો હતો. તેમના પિતાનું નામ મિત્રા તેમજ માતાનું નામ નીલમ છે પિતા એક સાયન્ટિસ્ટ જે ડિફેન્સ રિસેર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઝેસન કામ કરે છે  તેમજ માતા આસિસ્ટન્ટ પ્રોફેસર છે. માનુષી સેન્ટ થોમસ સ્કુલ નવી દિલ્હીમાં ભણી છે તેમજ હાલ તે ભગત ફૂલ સિંહ ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરે છે.  મિસ વર્લ્ડ 20...

લોકશાહીમાં લોકોએ મત આપવો જ જોઈએ.

હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક લોકોએ પોતાનો મત જરૂર આપવો જોઈએ. ભારતએ દુનિયાની સૌથી મોટી અને મજબૂત લોકશાહી ધરાવતો દેશ છે. ઘણા લોકો હજુ પણ એવું કહેતા હોય છે કે આપણે શા કારણે મત આપવો જોઈએ મત આપવાથી શો ફાયદો?  ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધ્યું છે પરંતુ લોકો હજુ પણ મતપેટી સુધી જતા અચકાય છે. સાક્ષરતા વધે એટલે એમ નો સમજવું કે લોકોને દરેક બાબતોનું જ્ઞાન આવી ગયું છે. હજુ પણ પછાત વિસ્તાર છે જ્યાં લોકોને મત માટે જાગૃત કરવા પડે છે યુવાઓમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે તે કાબિલે તારીફ છે દરેક સમાજના લોકોએ મત આપવો જોઈએ. ગ્રામ્યમાં અને શહેરો માં મત ની ટકાવારીમાં ઘણો અંતર રહે છે. એક વર્ગ એવો પણ છે જે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતો હોય છે તેને વહેલી સવારે ઉઠીને મતદાન મથકે પોંહચવું પડે છે જયારે અમુક લોકો આળસ કરી ને મત દેવા જતા નથી. મતની ટકાવારી વધવી જોઈએ એના બદલે ઘટી રહી છે. ગયા વિધાનસભાની ચૂંટણીમાં પણ એવરેજ મતદાન થયું હતું તે દેખાડે છે કે હજુ પણ મતદારો મત આપવા માટે એટલા ઉત્સાહિત નથી. દરેક રાજકીય પક્ષોએ પણ પોતાના પ્રચાર દરમિયાન મત માટે પણ લોકોને જાગૃત કરવા જોઈએ જેથી વધુ ને વધુ લ...

આજે સિનેમા જગતના પિતામહ રાજારામ વાનકુદરે શાંતારામની ૧૧૬મી જન્મજયંતી.

આજે ભારતના સિનેમા જગતના પિતામહ તરીકે જાણીતા વી શાંતારામની આજે ૧૧૬મી જન્મજયંતી છે. આ તકે ગુગલે એક ખાસ ડૂડલ બનાવીને તેમને સમર્પિત કર્યો હતો. વી શાંતારામનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૦૧માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો. વી શાંતારામનું મૂળ નામ રાજારામ વાનકુદરે શાંતારામ હતું. આર્થિક સ્થિતિ સારી નો હોવાને કારણે તેમણે તેમનું શિક્ષણ વચ્ચેથી જ છોડવી પડી હતી. તેમને નાનપણથી જ ફિલ્મો પ્રત્યે લગાવ હતો અને તે ફિલ્મકાર બનવા માંગતા હતા. વર્ષ ૧૯૨૦માં શરૂઆતી દિવસોમાં શાંતારામ બાબુ રાવ પેંટરની મહારાષ્ટ્ર કંપની સાથે જોડાણા ત્યારબાદ તેમણે ફિલ્મ નિર્માણની નાની બાબતોની જાણકારી મેળવી હતી.  શાંતારામ તેમના કરિયરની  શરૂઆત વર્ષ ૧૯૨૧માં આવી મુક ફિલ્મ સુરેખ હરણથી કરી હતી. આ ફિલ્મમાં એમને એક અભિનેતાનો રોલ કરવા મળ્યો હતો. વર્ષ ૧૯૨૯માં એમણે પ્રભાત કંપની ફિલ્મ્સની સ્થાપના કરી હતી. પ્રભાત કંપનીના બેનર હેઠળ વી શાંતારામે ગોપાલ કૃષ્ણા, ખૂની ખંજર, રાની સાહિબા અને ઉદયકાલ જેવી ફિલ્મોને નિર્દેશિત કરી હતી. તેમણે નામ માત્રની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે ૧૨ વર્ષની ઉમરમાં રેલ્વે વર્કશોપમાં અપ્રેટીસ તરીકે કાર્ય કરું...

હિરોઈન ઓફ હાઇજેક - નીરજા ભનોટ

નીરજા ભનોટ અશોક ચક્રથી સન્માનિત એક પૈન એમ એયરલાયન્સની પરિચારિકા હતી. ૫ સપ્ટેમ્બર ૧૯૮૬માં હાઇજેક થયેલા પૈન એમ ફ્લાઈટ ના ૭૩ યાત્રીઓની સહાયતા તેમજ સુરક્ષા કરતા કરતા તે આતંકવાદીઓની ગોળીઓ ની શિકાર થઇ ગઈ હતી. તેની આ બહાદુરી માટે તેને મરણોપરાંત ભારત સરકારએ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત એનાયત કરવવામાં આવ્યો હતો.  નીરજા ભનોટનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૬૩માં ભારતના ચંડીગઢમાં થયો હતો. નીરજા રમા ભનોટ અને હરીશ ભનોટની સુપુત્રી હતી. હરીશ ભનોટ 'ધ હિદુસ્તાન ટાઈમ્સ' મુંબઈમાં પત્રકારિતાના ક્ષેત્રમાં કાર્યરત હતા. નીરજાનું પ્રારંભિક શિક્ષણ તેમનું ગૃહનગર ચંડીગઢના સેક્રેડ સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં લીધું હતું. નીરજાએ બાકીનું શિક્ષણ મુંબઈ સ્કોટિસ સ્કુલ અને સેંટ ઝેવિયર્સ કોલેજ માંથી મેળવ્યું હતું.  નીરજાના લગ્ન વર્ષ ૧૯૮૫માં થયા હતા અને તે તેના પતિ સાથે ખાડી દેશમાં જતી રહી હતી પરંતુ થોડાક સમયમાં જ દહેજના દબાવને લઈને આ સંબધમાં ખટાસ આવી અને લગ્નના બે મહીનામાં જ નીરજા ફરી મુંબઈ તેમના પિતાના ઘરે આવી ગઈ હતી. તે પછી તેણીએ પૈન એમમાં વિમાન પરિચારિકાની નૌકરી માટે આવેદન કર્યું અને તે નિમણુક થયા...

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

મહાન શિક્ષણવિદ, મહાન દાર્શનિક, મહાન વક્તા, વિચારક તેમજ ભારતીય સંસ્કૃતિના જ્ઞાની ડૉકટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આજે ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ ભારતના દક્ષીણના તીરુત્તાનીમાં થયો હતો જે ચિન્નાઇથી ૬૪ કિમી ઉત્તર- પૂર્વમાં છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન હિંદુ વિચારક હતા અને તે સ્વતંત્રભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તેમજ દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. રાજકારણમાં આવ્યા તે પહેલા તેમણે જીવનના મહત્વપૂર્ણ ૪૦વર્ષ શિક્ષક તરીકે યોગદાન આપ્યું હતું. તેમનામાં એક શિક્ષક હોવાના તમામ આદર્શ ગુણ હતા. તેમણે પોતાનો જન્મદિવસ વ્યક્તિગત નામથી નહીં પણ સંપૂર્ણ શિક્ષક સમુદાયને સન્માનિત કરવાના હેતુથી શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેના પરિણામ રૂપે આજે દેશમાં તેમનો જન્મદિવસ દર વર્ષે શિક્ષકદિવસ તરીકે ઉજવાય છે.  ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક સાધારણ પરિવારમાં જન્મ થયો હતો. તેમનું બાળપણ તીરુત્તાની તેમજ તિરુપતિ જેવા  ધાર્મિક સ્થળો પર વીત્યું હતું. બાળપણથી જ પુસ્તક વાંચવાના શોખીન હતા. તે બાળપણથી જ ભણવામાં ઘણી રુચિ રાખતા હતા. તેમની પ્રારંભિક શિક્ષણ ક્રિશ્ચયન મિશનરી સંસ્થા લુંથર્ન મિશન સ્કુલમાં મેળવ્ય...

ભારતના મહાન ખેલાડી અને હોકીના જાદુગર - મેજર ધ્યાનચંદ

જે રીતે ફૂટબોલમાં પેલે અને ક્રિકેટમાં બ્રેડમેન ખ્યાતનામ છે તે જ રીતે ભારતના હોકીના જાદુગર અને મહાન ખેલાડી એવા મેજર ધ્યાનચંદની ઉપલબ્ધિઓ પણ આ બન્ને જેટલી જ છે. આજે આ મહાન રમતવીરની જન્મજયંતી છે. અને તેમનો  જન્મદિવસ ભારતમાં ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગસ્ટ ૧૯૦૫ના રોજ ઇલાહાબાદમાં થયો હતો. તેમના બાળપણમાં રમતવીરના કોઈ વિશેષ લક્ષણ ન હતા. તેમની હોકીના રમતની પ્રતિભા જન્મજાત ન હતી. તમને પોતાની જાતે સતત સાધના, અભ્યાસ, લગન અને સંઘર્ષ અને સંકલ્પના સહારે આ પ્રતિષ્ઠા મેળવી હતી. સાધારણ શિક્ષા પ્રાપ્ત કરીને ૧૬ વર્ષની આયુમાં ૧૯૨૨માં દિલ્લીમાં પ્રથમ બ્રાહ્મણ રેજીમેન્ટમાં સેનામાં એક સાધારણ સિપાહીની હૈસિયત થી ભરતી થયા હતા. જયારે પ્રથમ બ્રામણ રેજીમેન્ટમાં ભરતી થયા ત્યારે એના મનમાં હોકીની કોઈ વિશેષ રસ ન હતો. ધ્યાનચંદને હોકી રમવામાટે પ્રેરિત કરવાનો શ્રેય રેજીમેન્ટના બીજા સુબેદાર મેજર ત્રિપાઠીને મળે છે. જો ત્રિપાઠી ધ્યાનચંદને હોકી રમવા પ્રેરત નહિ તો આજે આપની પાસે વિશ્વનો મહાન રમતવીર ન હોત. મેજર ત્રિપાઠી સ્વયં એક હોકીના ચાહક અને રમતવીર હતા. તેમની દેખ રેખ માં ધ્યાનચંદએ હોકી રમવ...

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ

ભારતમાં ઓગણત્રીસ રાજ્ય અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતના રાષ્ટ્રપતિ દરેક કેન્દ્ર શાસિત પ્રદેશના એક સરકારી સંચાલક તેમજ રાજ્યપાલ નામાંકન કરે છે. ભારતના રાજ્ય અને રાજધાની અને તેમના મુખ્યમંત્રી અને રાજ્યપાલ  ૧. રાજ્ય - ગોવા રાજધાની - પણજી રાજ્યપાલ - મૃદુલા સિન્હા મુખ્યમંત્રી - મનોહર પર્રિકર ૨. રાજ્ય - મણીપુર રાજધાની - ઈંફાલ રાજ્યપાલ - નજમા હેપતુલ્લા મુખ્યમંત્રી - એન બીરેન સિંહ ૩. રાજ્ય - પંજાબ રાજધાની - ચંડીગઢ રાજ્યપાલ - કપ્તાનસિંગ સોલંકી મુખ્યમંત્રી - અમરિન્દર સિંહ ૪. રાજ્ય - ઉતરાખંડ રાજધાની - દેહરાદુન રાજ્યપાલ - કૃષ્ણકાંત પોલ મુખ્યમંત્રી - ત્રિવેન્દ્ર સિંહ રાવત ૫. રાજ્ય - ઉત્તરપ્રદેશ રાજધાની - લખનઉ રાજ્યપાલ - રામ નાઈક મુખ્યમંત્રી - યોગી આદિત્યનાથ ૬. રાજ્ય - અરુણાચલ પ્રદેશ રાજધાની - ઇટાનગર રાજ્યપાલ - જ્યોતીપ્રસાદ રાજખોવા મુખ્યમંત્રી - પેમા ખાંડુ ૭. રાજ્ય - અસમ રાજધાની - દિસપુર રાજ્યપાલ - પી.બી. આચાર્ય મુખ્યમંત્રી - સર્બાનન્દા સોનવાલ ૮. રાજ્ય - આંધ્રપ્રદેશ રાજધાની - હૈદરાબાદ રાજ્યપાલ - ઈ.એલ. નરસિંહમ મુખ્યમંત્રી - એન. ચંદ્રબાબુ નાયડૂ ૯. ...

સરકારી પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજ

કલિંગ પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે? -  વિજ્ઞાન સૌપ્રથમ ક્યાં રાજ્યએ સહાયક સંધિનો સ્વીકાર કર્યો હતો? -  હૈદરાબાદ સંઘ લોક સેવા આયોગ  ( યુપીએસસી) ના અધ્યક્ષ કોણ છે? -  ડેવિડ આર. સિમિલ્હ રાષ્ટ્રીય કિસાન આયોગના અધ્યક્ષ કોણ છે? -  ડૉ. એમ.એસ. સ્વામીનાથન મુખ્ય સુચનાના કમિશનર કોણ છે? -  આર. કે. માથુર ભારતીય રિજર્વ બૈંકના ગર્વનર કોણ છે? -  ઉર્જીત રવિન્દ્ર પટેલ સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના જનરલ સેક્રેટરી -  એંટોની ગુટરેજ સીબીએસઈના અધ્યક્ષ કોણ છે? -  શ્રી રાજેશ કુમાર ચતુર્વેદી વાનર સેના અને મંજરી સેનાનો સંબંધ ક્યાં આંદોલન સાથે છે? -  અસહકાર આંદોલન  મહાત્મા ગાંધીની જન્મસ્થળ ક્યાં આવેલું છે? -  પોરબંદર  ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? -  શ્રી રામનાથ કોવિંદ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? -  વૈંકૈયા નાયડુ લોક સભાના અધ્યક્ષ કોણ છે? -  સુશ્રી સુમિત્રા મહાજન રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે? -  શ્રી પી. જે. કુરિયન લોકસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? -  ડૉ. એમ. થમ્બીદુરઈ વિપક્ષના નેતા રાજ્યસભામાં કોણ છ...

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

૨૦મી જુલાઈ ૨૦૧૭ના રોજ રામનાથ કોવિંદ દેશના ૧૪માં રાષ્ટ્રપતિ ચુટાયા હતા. ૨૫ જુલાઈ ૨૦૧૭ના રોજ ભારતના ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ જે એસ ખેહર દ્વારા તેમણે રાષ્ટ્રપતિ પદના શપથ અપાવ્યા. આ સાથે જ તે ભારતના પ્રથમ નાગરિક તેમજ સેનાની ત્રણેય પાંખના પ્રમુખ પદ પર બિરાજમાન થયા. રામનાથ કોવિંદનો જન્મ ૧ ઓક્ટોમ્બર ૧૯૪૫માં કાનપુરના દેરાપુર તાલુકામાં થયો હતો. તેમના પિતાનું નામ સ્વર્ગીય માઈર્કૂ લાલ તેમજ માતાનું નામ સ્વર્ગીય કલાવતી હતું. તમની પત્નીનું નામ સવિતા કોવિંદ છે. રામનાથ કોવિંદની શિક્ષા  રામનાથ કોવિંદે બી.કોમ અને એલએલબીની ઉપાધી પ્રાપ્ત કરી છે. આ ડીગ્રી તેઓએ કાનપુર વિશ્વવિદ્યાલયમાંથી મેળવી હતી. કાનપુરથી વકીલાતની શિક્ષા પૂરી કર્યા પછી તે દિલ્લી ગયા. દિલ્લીમાં તેમણે આઈએએસ ની પરીક્ષા પાસ કરવાની કોશીશ કરી પરંતુ તે તેમાં સફળ ન થયા. શરુઆતમાં બે અસફળતા મળ્યા પછી પણ તેમણે હાર ન માની અને ત્રીજી વાર ફરી આઈએએસ એન્ટ્રસ પરીક્ષા આપી જેમાં આ વખતે સફળ થયા તેમ છતાં તેમને આઇએએસ પદ મળ્યું ન હતું. તેમણે નોકરી ન કરી અને નોકરીની જગ્યાએ લો નો અભ્યાસ કરવાનું સાચું લાગ્યું.  રામનાથ કોવિંદનું કરિયર  ...

ત્રણ તલાક ગેરબંધારણીય કરાર- સુપ્રીમ કોર્ટ

એક સાથે ત્રણ તલાકને આજે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય કરાર આપ્યો છે. કોર્ટની પાચ સદસ્ય બેંચમાંથી ત્રણ જજોએ એક સાથે ત્રણ તલાક આપવા ને ગેરબંધારણીય માન્યો હતો. તેઓએ આ ભેદભાવ અને સમાનતાના મૌલિક અધિકારનું ઉલ્લઘન બતાવ્યું છે. સુપ્રીમ કોર્ટની બેંચે એ પણ કહ્યું કે એક સાથે ત્રણ તલાક ગેરકાનૂની છે અને ત્વરિત જ ખત્મ કરવામાં આવે.  સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે ઇસ્લામિક દેશોમાં ત્રણ તલાક પર પ્રતિબંધ લાગુ છે તો શું સ્વતંત્ર ભારત આનાથી મુક્તિ ન મેળવી શકે? ત્રણ તલાકના આ કેસ પર પાંચ જજની બેંચ, ચીફ જસ્ટિસ જેએસ ખેહર, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ યૂયૂ લલિત, જસ્ટિસ અબ્દુલ નજીર અને જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમને આજે જયારે ફેશલો સંભળાવ્યો ત્યારે એમનામાં મતભેદ હતો.  આમાંથી જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમને ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો જયારે ચીફ જસ્ટિસ જેએસ ખેહર અને જસ્ટિસ અબ્દુલ નજીર ત્રણ તલાકના પક્ષમાં હતા.  ચીફ જસ્ટિસ કેએસ ખેહરે કહ્યું કે દરેક પાર્ટી રાજનીતિક મતભેદ એક બાજુ રાખીને આ મુદ્દા ઉપર એક જૂથ થઇને સંસદમાં ફેસલો કરે. એમને ત્રણ તલાક પર છ મહિના...

જનરલ નોલેજ ગુજરાત

કારતક સુદ અગિયારસે તુલસીના વિવાહ કોની સાથે કરવામાં આવે છે? - વિષ્ણુ ગિરનારનો પર્વત જૈન ધર્મના ક્યાં તીર્થકરનો (શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ ) ગણાય છે? - નેમિનાથ  ક્યાં મહાન સાધુએ એક ધારી ૬૪ વર્ષ સુધી વિદ્યાની ઉપાશના કરી હતી જેથી તે "કલિકાલ સર્વજ્ઞ" કેહવાયા? - હેમચંદ્રાચાર્ય  હેમચંદ્રાચાર્યના બાળપણનું નામ શું હતું? - ચાંગદેવ સોલંકી રજાઓનો ઈતિહાસ રજુ કરતુ પુસ્તક કે જે હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલું છે તે? - દ્રયાશ્રય ગુરુનાનકના મત મુજબ બે પ્રકારના લોકો એક "ગુરુમુખ" તો બીજા? - મનમુખ "રામ કી ચીડિયા" રામ ક ખેત, ખાલો ચીડિયા, ભર ભર પેટ" આ વાણી કોની છે? - ગુરુનાનક ગીતાના ઘટકોમાં કયો યોગ નથી આવતો? - પુરુષોત્તમ યોગ  ઉપનિષદોનું ઉપનિષદ્ એટલે? - શ્રીમદ્ ભગવત ગીતા ગુજરાતમાં આવેલી સરસ્વતી નદીનો ઉલ્લેખ ક્યાં વેદમાં જોવા મળે છે? - ઋગ્વેદ ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? - એસ. ટી. દેસાઈ કઈ નદી અંત:સ્થ ( કુંવારિકા) નદી નથી? - મહી  ગુજરાતી સાહિત્યના પ્રથમ નાટક 'લક્ષ્મી' ની રચના કોને કરી હતી? - નર્મદ બાલા હનુમાન મંદિર ક્યાં આવેલ...

ભારતીય અંતરીક્ષ પ્રોગ્રામના જનક- ડો. વિક્રમ અંબાલાલ સારાભાઇ

વિક્રમ સારાભાઇ ભારતના એક મહાન વૈજ્ઞાનિક હતા. તેને ભારતીય અંતરીક્ષ પ્રોગ્રામના ભીષ્મપિતામહ પણ કહેવાય છે. વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇને શાંતિ સ્વરૂપ ભટનાગર મેડલ પણ આપવામાં આવ્યું છે. વિક્રમ સરભાઈને  ૧૯૬૬માં પદ્મ ભૂષણ તેમજ ૧૯૭૨માં પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઇ નું પૂરું નામ વિક્રમ અંબાલાલ સારાભાઇ હતું અને તેનો ૧૨ ઓગસ્ટ ૧૯૧૯માં ગુજરાતના કર્ણાવતી શહેરમાં થયો હતો. સારાભાઇના પરિવારમાં તેમના જીવનમાં ખુબ જ મહત્વ હતું અને તે એક અમીર વ્યાપારી પરીવારમાં જન્મ્યા હતા. તેમના પિતા અંબાલાલ સારાભાઇ એક સમૃદ્ધ ઉદ્યોગપતિ હતા જેની પાસે ગુજરાતમાં ઘણી એવી મિલ્સ પોતાના નામે હતી. વિક્રમ સારાભાઇ, અંબાલાલ અને સરલા દેવીના આઠમાં સંતાન હતા. સરલા દેવીએ પોતાના બાળકોને ભણાવવા માટે મોટેસરી પ્રથાની અનુશાર એક ખાનગી શાળાની સ્થાપના કરી હતી, જેને મારિયા મોટેસારીને પ્રતિપાદન કર્યું હતું. તેમની આ શાળાએ બાદમાં ખુબ જ ખ્યાતી પ્રાપ્ત કરી હતી. સારાભાઇના પરિવાર ભારતીય સ્વત્રંતા અભિયાનમાં શામિલ હોવાને કારણે કેટલાય સ્વત્રંતા સેનાની જેવાકે મહાત્મા ગાંઘી, મોતીલાલ નેહરુ, રવીન્દ્રનાથ ટાગોર ઓર જવાહરલાલ નેહરુ ઘણીવાર...

સાતમ આઠમનો તહેવાર એટલે સૌરાષ્ટ્રની પ્રજાનું મીની વેકેશન ........

આજે નાગપાંચમ એટલે સાતમ આઠમના તેહવારની શરૂઆત. આમતો સૌરાષ્ટ્રના લોકો એક પછી એક એમ બધા તહેવાર હર્ષ- ઉલ્લાસથી ઉજવતા હોય છે પણ દિવાળી અને સાતમ આઠમનો તહેવાર આવે એટલે જાણે એક અલગ જ ઉત્સાહ જોવા મળે. ગામડામાં તહેવારને અનુલક્ષીને ઘરે ઘરે ફરસાણ તૈયાર થઇ રહ્યું હશે. છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રવાસી સાતમ આઠમમાં બહારના સ્થળોએ ફરવા જતા રહે છે. એમાય ખાસ કરીને રાજકોટની પ્રજા આ બાબતે મોખરે હોય છે. મોટું નાનું ફેમીલીએ તો અત્યારે નક્કી પણ કરી લીધું હશે કે ક્યાં ક્યાં સ્થળોએ ફરવા જવું. રાજકોટના કેટલાક પરીવાર તો એટલા હરખપદુળા હોય છે કે તેઓ તો આજે જ રવાના થઇ જશે. નજીક જોવા લાયક સ્થળો જોવા જેવા ની રહે એટલી ચિક્કાર ગીરદી જોવા મળશે. રાજકોટમાં લોકમેળામાં તો જાને માનવનું ઘોડાપુર જોવા મળશે. દુર દુરના ગામડામાંથી ગ્રામ્યજનો આ લોકમેળાનો આનંદ લેવા આવશે. રાજકોટ મુનીસીપલ કોર્પોરેશન લોક મેળાનું નામ રાખે છે તેમ આ વખતે પણ આ લોકમેળાનું નામ " વાયબ્રન્ટ મેળો" એવું નામ આપવામાં આવ્યું છે. આ આઠ દિવસના મીની વેકેશનમાં સૌરાષ્ટ્રના લોકો નજીક સ્થળ જેવા કે ચોટીલા, જડેશ્વર, જુનાગઢ, દીવ થી લઇ મુંબઈ, આબુ, સાપુતારા સુધી પહોચી...

Today election day of president of India.

The election has been started for the 14th president of India since the morning today. The election is going on for the President of India. This time former governor of Bihar Ram Nath Kovind and former Loksabha speaker Meira Kumar are Presidential candidate. People of India can not casting their votes in this election, Only the members of the parliament and the members of the state councils and union territories of India   can cast their votes. The president of India is first citizen of India. The president of India is the supreme commander of the armed force.   The president of India is head of the state.   Indian constitution define the role and Important power of president in various articles. The president election comes in every five year. The ruling party bhartiya janta party has confident that NDA candidate RamNath kovind would win with a good margin. Meira Kumar is nominee by opposition and they feels that they have chosen right candidate for the pres...

Today World no Tobacco day is observed

Every year on 31st of May observed as 'World no Tobacco day'. Tobacco is a slow poison that slowly keeps the person taking it into the mouth of death. People are knowingly consuming Tobacco product, Slowly hobby gets convert into the addiction then intoxication is not done for the enjoyment but it also not wanting. Tobacco products are consume in many ways such as beedi, cigarette, gutkha, zarda, khaini, hookah, chillum etc. Every puff of beedi, cigarette and hookah and every pinch of gutkha, zarda, khaini take it towards the death however people are doing intoxication of these products. Why people does Intoxication? Every year millions of people die due to intoxication of tobacco because it causes of many disease.  Harmful effect of Tobacco. Nicotine is the main ingredient in the tobacco industry, which is the most fatal elements, other then this there are many other cancer causing ingredient are found in tobacco. Mouth, throat and lung cancer happen from smoking and e...

ઝિકા વાયરસ વિષે થોડું જાણીએ ......

ઇબોલા વાયરસ પછી દુનિયાનો સૌથી વધારે ખતરનાક વાયરસ હોય તો તે ઝિકા વાયરસ છે. હમણાં જ 15 મે 2017 ના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગનઝેશન તેમજ ભારત સરકાર દ્વારા અમદાવાદના બાપુનગરમાં ઝિકા વાયરસ હોવાના ત્રણ કેશ હોવાની પુષ્ટિ કરી હતી.  જો તમે એમ સમજતા હો કે આ વાયરસ સામાન્ય છે તો તમે ખોટા વેમમાં છો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાયરસ ને લઈને ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. ઝિકા વાયરસ આમ તો બ્રાઝિલ સહીત અન્ય દેશોમાં ફેલાયેલો હતો પણ ધીરે ધીરે આ વાયરસ દુનિયામાં ફેલાતો જાય છે. લગભગ 22 અમેરીકી દેશોમાં મોટી માત્રામાં આ વાયરસના દર્દીઓ જોવા મળ્યા છે. અમેરિકામાં રહેવાવાળા વ્યક્તિઓમાં ઈમ્યૂનિટી ઓછી હોવાને કારણે ત્યાંના લોકો આસાનીથી ઝિકા વાયરસની ઝપેટમાં આવી જાય છે. આવો જાણો ઝિકા વાઈરસ અને તેના સંક્રમણ વિષે સંપૂર્ણ માહિતી .  શું છે ઝિકા વાયરસ ? ઝિકા વાયરસ એક એડીન નામના મચ્છરથી ફેલાય છે. ઝિકા વાયરસનો પેહલો કેસ સાલ 1947માં યુગાન્ડામાં માલુમ પડ્યો હતો, ત્યારપછી વર્ષો સુધી બહુ ઓછા કેસ સામે આવ્યા હતા. વિજ્ઞાનિકોએ આને ગંભીરતાથી લીધો ન હતો પરંતુ 2013 અને ખાસ કરીને 2015 પછી આ વાયરસના ઘણા દાખલા...

People Of India need proper education about discipline.

India got freedom in 1947 from the British rule. Many people had sacrificed their life for the freedom. We should understand the true value of the freedom. India have achieved lot since freedom and still development is going on. India is only a nation in the world where different types of religion, culture and tradition is there. There is unity in diversity in India. India can have ability to become the superpower of the world. There are certain things which Indian people have to change. People of India should learn discipline from the British. Indian education systems still poor. We are not poor by money but poor by thinking. Government do try as possible as to develop the country but people of India do not worth for development. We have a big degrees and education certificate in our hand that's not meant that we are good educate but the proper and good education is how do we behave to others. Indian people should learn a lesson of discipline with education.Why our country is ba...

Every Person Is Important in Our Life.

Generally, People think that we need only those persons who engaged either with their business or with their job nothing more then. Everyday, we meet lots of persons in our routine life but we are not giving important to every person just because in our society there are many people who are doing low level work like peon, maid, cleaner and more. We only give important to those people who have a reputation in business or in work place. There are certain people who have their own work which is not giving a good reputation like the person get in office. A Doctor can not handle his hospitals without nurse, compounder as same a civil engineer required lots of masons to build construction work. Every person doing work on their knowledge and capability. It is not necessary that all the people do work in a office. We have to change our mentality and thinking about those people who really work silently around us. Whenever we go to the walk in the morning then we see that road already has clea...

Its all about vacation

Summer is always waiting  for the children specially for the students just because they are tired from their study and after one year of study they feel free from it. Parents also feel free in vacation specially women who are doing routine work for their child. In today's time parents should go to somewhere with their children for the adventure and stress free life. There are many destinations and adventure places comes in India that should visit with your children. I know this can not be afforded by the all parents but they should go to some nearest places where they can enjoy at low cost. Time has changed and the level of technology has been increasing day by day. Most of parents do not let their children to go alone or with friends. They might be a scare if something happening wrong during the trip. Parents should have a right to think about their child and care for them but today boys and girls are sitting at home and watching TV, Playing games on mobiles even they spending...

રાજકોટ શહેર બનશે ભાગવતમય.

શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નવી અદ્યતન હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહની તૈયારીને આખરી ઓપ હરના ધામ દ્વારા  હરીની કથાનો સુંદર મનોરથ ૧૮મી મેં થ...