ઝિકા વાયરસ વિષે થોડું જાણીએ ......
ઇબોલા વાયરસ પછી દુનિયાનો સૌથી વધારે ખતરનાક વાયરસ હોય તો તે ઝિકા વાયરસ છે. હમણાં જ 15 મે 2017 ના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગનઝેશન તેમજ ભારત સરકાર દ્વારા અમદાવાદના બાપુનગરમાં ઝિકા વાયરસ હોવાના ત્રણ કેશ હોવાની પુષ્ટિ કરી હતી. જો તમે એમ સમજતા હો કે આ વાયરસ સામાન્ય છે તો તમે ખોટા વેમમાં છો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાયરસ ને લઈને ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. ઝિકા વાયરસ આમ તો બ્રાઝિલ સહીત અન્ય દેશોમાં ફેલાયેલો હતો પણ ધીરે ધીરે આ વાયરસ દુનિયામાં ફેલાતો જાય છે. લગભગ 22 અમેરીકી દેશોમાં મોટી માત્રામાં આ વાયરસના દર્દીઓ જોવા મળ્યા છે. અમેરિકામાં રહેવાવાળા વ્યક્તિઓમાં ઈમ્યૂનિટી ઓછી હોવાને કારણે ત્યાંના લોકો આસાનીથી ઝિકા વાયરસની ઝપેટમાં આવી જાય છે.
આવો જાણો ઝિકા વાઈરસ અને તેના સંક્રમણ વિષે સંપૂર્ણ માહિતી.
શું છે ઝિકા વાયરસ ?
ઝિકા વાયરસ એક એડીન નામના મચ્છરથી ફેલાય છે. ઝિકા વાયરસનો પેહલો કેસ સાલ 1947માં યુગાન્ડામાં માલુમ પડ્યો હતો, ત્યારપછી વર્ષો સુધી બહુ ઓછા કેસ સામે આવ્યા હતા. વિજ્ઞાનિકોએ આને ગંભીરતાથી લીધો ન હતો પરંતુ 2013 અને ખાસ કરીને 2015 પછી આ વાયરસના ઘણા દાખલાઓ સામે આવ્યા અને બ્રાઝિલની એક મોટી આબાદી આની ઝપેટમાં આવી ગઈ.
ઝિકા વાયરસની અસરો.
ઝિકા વાયરસ એટલો ઘાતક નથી કે તેનાથી કોઈનું મૃત્યુ થાય પરંતુ આ વાયરસના કારણે ગર્ભવતી મહિલાને વધારે ખતરો રહે છે. આ વાયરસથી ગર્ભમાં ઉછરતા બાળકના મસ્તિષ્ક સંપૂર્ણ વિકસિત નથી થતું જે એક સ્થાયી સમસ્યા બની જાય છે. ઝિકા વાયરસના કારણે બાળકોમાં અવિકસિત મસ્તિષ્કને માઈક્રોસેફાલી કહે છે.
ઝિકા વાયરસના લક્ષણો.
ઝિકા વાયરસથી માણસને ખુબ જ તાવ આવે છે અને સાંધામાં ખુબ જ અશહ દુખાવો થાય છે તદુપરાંત શરીર પર લાલ રેશેજ થઇ જાય છે. આંખોમાં જલન મેહસૂસ થવી. સામાન્ય રીતે આવા લક્ષણો છ થી સાત દિવસ સુધી રહે છે.
ઝિકા વાયરસનું નિદાન.
જે પ્રકારે ડેંગુ અને ચિકનગુનિયાની તપાસ થાય છે તે જ રીતે ઝિકા વાયરસની પણ તપાસ થાય છે. આ વાયરસ શરીરમાં છે કે નહિ તે બ્લડ ટેસ્ટ દ્વારા નક્કી થાય છે. જો કોઈ વ્યક્તિ કોઈ એવી અસરગ્રસ્ત વિસ્તારમાંથી આવે અને જો તેને તાવ કે અન્ય લક્ષણ નજર થાય તો તરત જ તેની તપાસ કરાવી જોઈએ.
ભારતમાં ઝિકા વાયરસની અસર.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (who) એ ભારતમાં ત્રણ ઝિકા વાયરસના કેસની પુષ્ટિ કરી છે. આ ત્રણેય કેસ ગુજરાત રાજ્યના અમદાવાદના છે. આ ત્રણ દર્દીમાની બે દર્દી મહિલા છે અને બન્ને મહિલા ગર્ભવતી છે.
Comments
Post a Comment