કોમ્પ્યુટરમાં અત્યારસુધીનો સોંથી મોટો સાયબર એટેક :- રેનસમવેર
ભારત તેમજ વિશ્વમાં આખામાં અત્યારે એક જ વિષયને લઈને લોકો ચિંતિત છે અને તે છે "રેનસમવેર" નામનો વાઇરસ જે કમ્પ્યુટર ટેક્નોલોજી નો અત્યારસુધી નો સુધી મોટો સાયબર હુમલો છે જેની ઝપેટમાં વિશ્વના લગભગ દેશો આવી ગયા છે. સતત બે દિવસથી ભારત તેમજ અન્ય દેશો આ વાઇરસને પહોંચી વાળવા માથામાં કરી રહ્યા છે. 99થી વધારે દેશોના કોપ્યુટરને આ વાઇરસથી નુકશાન પોહ્ચ્યું છે તેમજ જરૂરી ફાઈલો તેમજ અગત્યની વિગતો ગુમ થઇ ગયેલ છે.
શું હોય છે રેનસમવેર સાયબર એટેક ?
સામાન્ય રીતે આપણે એક વાઇરસના રૂપમાં આપણે તેને જાણીયે છીએ જે આપણા કમ્પ્યુટરમાં તે ઘુસી જાય છે. કેટલીક વેબસાઈટ એવી હોય છે કે જેના પાર ક્લિક કરતાની સાથે જ તમારા કમ્પ્યુટરમાં વાઇરસ આવી જય છે. આવા વાઇરસ ફક્ત તમારા ડેટા ચોરવા માટે તેમજ તમારા ડેટાને સંપૂર્ણ ગાયબ કરી દેતા હોય છે પરંતુ રેનસમવેર એ એક એવો વાઇરસ છે કે જે તમારી સિસ્ટમમાં આવીને તમારા ડેટાને ઇન્ક્રીપટ એટલે કે તમારા ડેટાને લોક કરી નાખે છે. યુઝર્સ ત્યાં સુધી તેમના ડેટા સુધી નથી પોહ્ચવા માટે પેહલા તેના ડેટાને અનલોક કરવા પડે છે જેના માટે તેને રેનસમવેર એટલે કે ખંડણી નો આપી ત્યાં સુધી તમે કઈ જ ના કરી શકો એટલે કિંમતી ફાઇલો તેમજ કામના ડેટા ને લોક કરી ઉંચી ખંડણી મંગાવામાં આવે છે અને જો તે ન આપવામાં આવે તો તે તમારી કિંમતી ફાઈલ તેમજ ડેટાને ડીલીટ કરી નાખે છે.
વિન્ડોઝ XP ને નિશાન બનાવી રહ્યો છે આ સાયબર અટેક.
આ સાયબર અટેક વિન્ડોઝ XP ને નિશાન બનાવી રહ્યો છે માધ્યમોમાંથી આવતા સમાચાર મુજબ બ્રિટનના જે હોસ્પિટલમાં જે કમ્પ્યુટર હેક થઇ રહ્યા છે તમે વધારે XP નો ઉપયોગ બોહળા પ્રમાણમાં થઇ રહ્યો છે.
માઇક્રોસોફ્ટ એ આ ઓપરેટિંગ સિસ્ટમનો સપોર્ટ પેહલાથી બંધ કરી દીધો છે. એટલા માટે તેને વાપરવું એ ચુનોતી થી ઓછું કાર્ય નથી.
ભારતમાં કેટલી અસર થઇ છે?
ભારતમાં આંધ્ર પ્રદેશના પોલિસી ડિપાર્ટમૅન્ટ માં રેનસમવેર એટેક નો મામલો સામે આવ્યો છે તેમ સૂત્રો થી માહિતી મળી છે. ચિતુર, કૃષ્ણના, ગુંટુર, વિશાખાપટ્ટનમ અને શ્રીકાકુલમ જિલ્લામાં 18 પોલીસ ડીપાર્ટમેન્ટના ઠપ્પ થઇ ગયા હતા.
સાયબર અટેક કોને કર્યો?
એક સોફ્ટવેરના 14 એપ્રિલ ના રોજ એક ગ્રુપ "સેડ઼ો બ્રોકર્સ" ને બનાવ્યું અને ત્યારબાદ તેને ઓનલાઇન અપલોડ કરી દીધું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાની નેશનલ સેક્યુરીટી એજન્સી (NSA) માંથી સાયબર હથિયાર ચોરી લીધું હતું. પરંતુ હાજી સુધી એ સાબિત નથી થયું કે તે શું આ ગ્રુપ હાજી તેને ફેલાવશે ?
કેવી રીતે થયો અટેક ? શું ડિમાન્ડ કરી રહ્યા છે હૅકર્સ ?
રેનસમવેર એક કમ્પ્યુટર સોફ્ટવેર વાઇરસ છે જે કમ્પ્યુટર પાર આવવાની સાથે જ તમે તમારી કોઈ પણ ફાઈલોને ખોલી ન શકો તેમજ જો તમે તે ફાઈલ ને બીજી વખત ખોલવા માંગો તો તમારે હેકર્સ ને 300 બીટકોઈન એટલે 3.25 કરોડ જેટલી રાકમ તમારે તેને ચૂકવવી પડે છે. રૂપિયા તેના સમયે ની મર્યાદામાં જ આપી દેવાના નહીંતર વાઇરસ તમારા ઇમેઇલ માંથી વધારે ફેલાતો જાય છે.
કેટલા દેશો પર અટેક ?
અમેરિકા, ફ્રાન્સ, સ્વીડન તેમજ નોર્વે સહીત દુનિયાના 100 થી પણ વધારે દેશો પાર આ સાયબર હુમલો થયાનું અનુમાન લગાવાય છે.
ભારતને શું ખતરો છે ?
ભારતમાં અત્યારે ડિજિટલ ઇન્ડિયા મહત્વનું છે ત્યારે આ પ્રકારના અટેક થી મુશ્કેલીઓ વધી શકે છે અને તે માટે ભારત જેવા દેશ એ તૈયારી રાખવી પડશે. બ્રિટનમાં રેનસમવેર એટેકે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાને નિશાન બનવ્યો છે જો ભારતમાં આવી કોઈ સેવા પર અટેક થઇ તો તેનાથી કરોડો લોકો પર અસર જોવા મળે. ભારતમાં ઝડપથી બધી જાણકારીને ડિજિટલ સ્વરૂપમાં કરવા તેમજ આધાર સાથે જોડવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આવાંમાં વનાક્રાય જેવા સાયબર અટેકથી નુકસાન નો ખતરો વધી શકે છે.
રેનસમવેર વાયરસને રોકવો અશક્ય। .....
આ હુમલાના કારણે વિશ્વમાં બે લાખથી પણ વધારે સંસ્થોઓના સર્વરને નુકશાન પોહ્ચ્યું છે. આ દરમિયાન નિષ્ણાંતોએ એવું સૂચન કર્યું છે કે કોમ્પ્યુટરને બને તેટલી મજબૂત સુરક્ષા પુરી પાડવી જોઈએ. આ હેકર્સને શોધવા અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયાના સાયબર સિકિયોરીટીના કમાન્ડો કાર્યરત છે. આ વાયરસ પ્લીઝ રીડ મી મેસેજ મોકલીને ખુબ જ ઝડપથી ફેલાય છે. ભારતની સાયબર સિકિયુરીટી "સર્ટ" ને પણ ભારત સરકારે એલર્ટ રહેવા સૂચના આપી દીધી છે. ભારતીય સાયબર સ્પેસ માટે ક્રિટિકલ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારે GSWAN સાઈટ બ્લોક કરી નાખી અને સાથે એવી પણ સૂચના આપવામાં આવી કે એન્ટીવાયરસ ડોઉનલોડ કરવો. ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સરકારી વેબસાઈટને સુરક્ષિત કરવા તાકીદે સૂચના અપાઈ ગઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારના પોલિસ સ્ટેશન આ વાયરસની ઝપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે અને ખાસ કરીને ગુજરાત પોલીસ નો મેસેજ હાલ સોશ્યિલ મીડિયા પર ફરી રહ્યો છે જેમાં કોઈ પણ એવી વેબસાઈટની લિંક પર ક્લીક કરવું નહિ અને બને તો જાણીટી તેમજ ખ્યાલ હોય એવી જ વેબસાઈટ પાર જવું.
આ વાયરસના અટેક પહેલા અને પછી શું કરશો ?
દરેક વસ્તુનો એક છે તેમ આ પેહલા પણ ઘણી બધી વાર સાયબર અટેક થયા છે પણ રેનસમવેર નામનો સાયબર અટેક આયર સુધીનો સૌથી મોટો તેમજ સૌથી વધારે નુકશાન પોંહચાડયુ છે એટલે તેના નિવારણ માટે પણ ઘણી બધી સૂચના તેમજ ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ તે અંગેની માહિતી માધ્યમો દ્વારા લોકો સુધી પોહ્ચાડવામાં આવે છે. તમે તમારા કમ્પ્યુટર પણ સુરક્ષિત રાખી શકો છો. તમારા કમ્પ્યુટર પર એન્ટીવાયરસ સોફ્ટવેર હોવો જોઈએ અને એવી સાઈટ જ તમારે ઓપન કરવી જેઓએ કે જેથી તમારા ડેટા અનલોક ન થાય.
તમે તમારા કમ્પ્યુટરને સાયબર એટેક થી આ રીતે રાખી શકો છો સુરક્ષિત। ..
માર્ચમાં માઈક્રોસોફ્ટએ વિન્ડો યુઝર્સ માટે એક સિક્યોરિટી પેચ અપડેટ કર્યું હતું, જો તમે તેને ઇન્સટોલ નથી કર્યો તો હવે એ સમય આવી ગયો છે ઇન્સટોલ કરવાનો આ અપડેટને ઇન્સટોલ કરી ને તમે તમારા કમ્પ્યુટરને સુરક્ષિત રાખી શકશો. કમ્પ્યુટર પાર રેનસમવેર આવે તો ઘોસ્ટ એક્સપ્લોરર નામનો સોફ્ટવેર નાખવો.
સૂત્રોએ જણાવ્યું હતું કે રેનસમવેર નામના સાયબર અટેકને કારણે બે દિવસ બેંક એટીએમ બંધ રાખવાંમાં આવશે તેમજ દેશમાં કુલ 2.2 લાખ એટીએમ છે જમાના કેટલાક એટીએમ વિન્ડોઝ XP પર ચાલી રહ્યા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વાયરસ જુદી જુદી લિંક પરથી પણ તમારા કમ્પ્યુટરને નુકશાન પોહચાડી શકે છે અને ખાસ કરીને એવી વેબસાઈટ કે જમા કોઈ આર્કષક લોભ વાળી સ્કીમ તેમજ અન્ય એવી જાહેરાતના માધ્યમોથી પણ તમને લલચાવી શકે છે તો બને ત્યાં સુધી આવી વેબસાઈટથી દૂર જ રેહવું હિતાવહ છે.
Comments
Post a Comment