રાજકોટ શહેર બનશે ભાગવતમય.
શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નવી અદ્યતન હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહની તૈયારીને આખરી ઓપ
હરના ધામ દ્વારા હરીની કથાનો સુંદર મનોરથ
૧૮મી મેં થી કથાનો આરંભ, કથાના વિશાલ મંડપની અંદર પંખા અને ઠંડક માટે નાના-નાના ફુવારાની સુવિધા,
દુર થી પણ વ્યાસપીઠના દર્શન થાય એ માટે એલ ઈ ડી સ્ક્રીન પણ મુકાશે.
શ્રોતાઓ માટે બસની વિનામૂલ્યે વિશેષ સુવિધા
રાજકોટ -સૌરાષ્ટ્રના લોકોને કથાનો લાભ લેવા સમિતિ-પંચનાથ ટ્રસ્ટનું ભાવ ભર્યું નિમંત્રણ
રાજકોટ તા.૧૬
પંચનાથ મહાદેવ મંદિર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન પુ.ભાઈશ્રીની ભાગવત કથાની તૈયારી હવે સંપન્ન થવામાં છે. કથા માટે રાજકોટમાં ઉમંગ છવાયો છે. તા. ૧૮મી થી ભાગવત કથાનો મંગલ આરંભ થશે અને સમગ્ર સૌરાષ્ટ્ર માંથી લોકો અહી ઉમડતી પડશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા કથા આયોજન સમિતિ, પેટા સમિતિઓ,૭૦૦ થી વધુ સ્વયમ સેવકો કામે લાગ્યા છે. કથાના દોમ-એટલેકે મંડપ થી લઈને પાર્કિંગ અને ભોજન પ્રસાદ સહિતની તમામ સુવિધા જળવાય અને લોકો આ ધર્મોત્સ્વને ખરા અર્થમાં માણી શકે એ રીતનું આયોજન કથા સમિતિએ કર્યું છે.
પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ, સૌરષ્ટ્રના પાટનગર અને સંત, સેવા, સમાજ, અને સખાવતની પુણ્યભૂમિ કાઠીયાવાડમાં જો શિવાલયનું સ્મરણ કરવું હોય તો સૌરાષ્ટ્ર સોમનાથ ની જેમ રાજકોટે પંચનાથ કહી શકાય.
શ્રી પંચનાથ મહાદેવ મંદિર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નવી અદ્યતન હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં ફરી એક વાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ ભાગવત કથાનું આયોજન શ્રી પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ કથા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ ૧૮-૦૫-૨૦૧૭ ને ગુરુવારના રોજ પ્રારંભ થશે જેને ધ્યાનમાં લઇ ભાગવત કથા માટે સમિતિ દ્વારા કથાની તડામાર તૈયારી ની આખરી ઓપ અપાઈ રહ્યો છે.
પુ.ભાઈશ્રીના શ્રીમુખે કથા સાંભળવા અને ભોજન પ્રસાદ લેવા માટે રાજકોટ-સૌરાષ્ટ્રની જનતાને કથા આયોજન સમિતિએ ભાવભેર નિમંત્રણ પાઠવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કરનાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા વગેરે એ કથાનું નિમંત્રણ સ્વીકાર્યું છે. એ ઉપરાંત રાજ્યના મંત્રીઓ પણ કથામાં આવશે. રાજકોટના ઉદ્યોગપતિઓ,શ્રેષ્ઠીઓ,વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આ કથાનો લાભ લેવાના છે. અને રાજકોટની ધર્મપ્રેમી જનતા તો નવેય દિવસ ભાગવત કથાનું રસપાન કરવા તૈયાર જ છે. કથા સમિતિ દ્વારા અલગ અલગ વિસ્તારમાં થી બસની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાઈ છે.
આ ભાગવત સપ્તાહ માટે ભવ્ય ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે.કથા સાંભળવા આવનારા લોકો મોકલાશ થી બેસી શકે એટલો વિશાલ દોમ તો બનાવાયો જ છે પરંતુ અત્યારના તાપમાનને ધ્યાને રાખીને ડોમની અંદર પંખા પણ રખાયા છે અને સ્પ્રીન્ક્લીંગ- એટલે કે ઉઅપર થી પાણીના ફુવારા વરસે એવી પણ સુવિધા કરવામાં આવી છે. મેદાનના તાપમાન અને દોમના તાપમાનમાં ૭ થી ૮ ડીગ્રીનો તફાવત રહેશે.અને ભાવિકો સારી રીતે કથા સાંભળી શકે તેમજ જોઈ શકે તે માટે એલ.ઈ.ડી. ટીવી ની સુવિધા પણ રાખવામાં આવી છે. વડીલો માટે ખુરશીની અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. કથાની વિવિધ સમિતિમાં પાણી સમિતિ પણ કાર્યરત છે. શ્રોતાઓને ઠંડુ પાણી મળી રહે એ માટે આ સમિતિ સતત ખડેપગે રહેશે.. ડોમ સી.સી.ટીવી કેમરાથી સજ્જ છે.
૧૦૦થી પણ વધુ સ્પીકર ગોઠવામાં આવ્યા છે જેથી ભાવિકો કથા માણી શકે. આ કથામાં ૪૦,૦૦૦ થી પણ વધુ ભાવિકો ઉપસ્થિત રહશે તથા ૨૦,૦૦૦થી પણ વધારે ભાવિકો પ્રસાદનો લાભ લેશે. પુરુષ અને સ્રીવધ માટે અલગ અલગ બૈઠક વ્યવસ્થા રહેશે. સ્વત્છતાં અભિયાનને ધ્યાનમાં લઇ એક સ્વચ્છતા સમિતિની પણ રચના કરવામાં આવી છે જે ડોમની અંદર તથા બહાર સ્વચ્છતાને લગતી જોગવાઈની જહેમત ઉઠાવશે. પંચનાથ ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય આયોજનમાં એક નવીન પ્રયાસ થવા જઈ રહ્યું છે જેનાથી સમાજ કલ્યાણ સંકળાયેલ છે.
કદમ્બના છોડનું સતત વિતરણ (બોક્સ)
કથા દરમિયાન ભોજન પ્રસાદ અને અન્ય સાહિત્ય વિતરણ, સરકારની સ્વચ્છતા ઝુંબેશની સાથોસાથ એક નવતર આયોજન પણ કરાયું છે. ભગવાન કૃષ્ણને પ્રિય એવા કદંબ વૃક્ષનું વિતરણ કથાના તમામ દિવસો દરમિયાન કરવામાં આવનાર છે. કથા સ્થળ પાસે વિશેષ સ્ટોલ રાખી કદમ્બના છોડ લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે. વૃંદાવન,ગોકુલના વસવાટ વખતે યમુનાના કિનારે ભગવાન કદમ્બના છાયડે બેસતા એવા ઉલ્લેખ ઘણી જગ્યાએ છે. કદમ્બનું અનેરું મહત્વ છે.લોકોને કદંબ વૃક્ષના છોડ લેવાનો લાભ લેવા કથા સમિતિ એ અનુરોધ કર્યો છે.
મિસકોલ કરો અને દાનનું પુણ્ય મેળવો (બોક્ષ)
જેના નિમિત્તે કથાનું આયોજન થઇ રહ્યું છે એ પંચનાથ હોસ્પિટલ માટે દાનનો અવિરત પ્રવાહ શરુ થયો છે. લોકો યથા શક્તિ દાન કરી રહ્યા છે. સમિતિ દ્વારા દાન માટે આધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવી છે. દાન આપવા માગતા કોઈ પણ વ્યક્તિએ એક મિસકોલ કરવાન રહેશે એટલે એમને એસએમએસ દ્વારા બેન્કના ખાતાની વિગતો મળી જશે.
આ લોક લાભ અભયાન માટે જે કોઈ ભાવિકો હોસ્પિટલ નિર્માણમા સહાય આપવા માંગતા હોય તે ટ્રસ્ટ દ્વારા આપેલ નંબર ૦૮૦૩૦૬૩૬૩૧૧ પર મિસ કોલ કરી આ સેવા યજ્ઞ ના ભાગી બની શકશે.
શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ
રાજકોટ.
Comments
Post a Comment