આજે સિનેમા જગતના પિતામહ રાજારામ વાનકુદરે શાંતારામની ૧૧૬મી જન્મજયંતી.
આજે ભારતના સિનેમા જગતના પિતામહ તરીકે જાણીતા વી શાંતારામની આજે ૧૧૬મી જન્મજયંતી છે. આ તકે ગુગલે એક ખાસ ડૂડલ બનાવીને તેમને સમર્પિત કર્યો હતો. વી શાંતારામનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૦૧માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો. વી શાંતારામનું મૂળ નામ રાજારામ વાનકુદરે શાંતારામ હતું. આર્થિક સ્થિતિ સારી નો હોવાને કારણે તેમણે તેમનું શિક્ષણ વચ્ચેથી જ છોડવી પડી હતી. તેમને નાનપણથી જ ફિલ્મો પ્રત્યે લગાવ હતો અને તે ફિલ્મકાર બનવા માંગતા હતા. વર્ષ ૧૯૨૦માં શરૂઆતી દિવસોમાં શાંતારામ બાબુ રાવ પેંટરની મહારાષ્ટ્ર કંપની સાથે જોડાણા ત્યારબાદ તેમણે ફિલ્મ નિર્માણની નાની બાબતોની જાણકારી મેળવી હતી.
શાંતારામ તેમના કરિયરની શરૂઆત વર્ષ ૧૯૨૧માં આવી મુક ફિલ્મ સુરેખ હરણથી કરી હતી. આ ફિલ્મમાં એમને એક અભિનેતાનો રોલ કરવા મળ્યો હતો. વર્ષ ૧૯૨૯માં એમણે પ્રભાત કંપની ફિલ્મ્સની સ્થાપના કરી હતી. પ્રભાત કંપનીના બેનર હેઠળ વી શાંતારામે ગોપાલ કૃષ્ણા, ખૂની ખંજર, રાની સાહિબા અને ઉદયકાલ જેવી ફિલ્મોને નિર્દેશિત કરી હતી. તેમણે નામ માત્રની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે ૧૨ વર્ષની ઉમરમાં રેલ્વે વર્કશોપમાં અપ્રેટીસ તરીકે કાર્ય કરું હતું.
થોડા સમય બાદ એક નાટક મંડળી સાથે કામ કર્યું હતું. પોતાના નીર્દ્સકમાં પહેલી ફિલ્મ નેતાજી પાલકર હતી. તેમના ગુરુ બાબુરાવની જેમ શરૂઆતમાં પૌરાણિક તથા એતિહાસિક વિષયો પર ફિલ્મ બનાવી પણ જર્મની યાત્રા બાદ એમણે ફિલ્મકારની નવી દ્રષ્ટિ મળી અને એમણે ૧૯૩૪મ અમૃત મંથન ફિલ્મનું નિર્માણ કર્યું. એમણે ૧૯૩૩માં પહેલી રંગીન ફિલ્મ બનાવી. વર્ષ ૧૯૩૫માં પ્રદશિત ફિલ્મ જ્મ્બુ કાકામાં એમણે એનીમેશનનો ઉપયોગ કર્યો હતો.
તેમની ફિલ્મ શંકુતલા ૧૯૪૭માં કેનેડા રાષ્ટ્રીય પ્રદશન માં પ્રદર્શિત થઇ હતી. શાંતારામની સૌથી ચર્ચિત ફિલ્મ હતી દો આખે બારહ હાથ. જે ૧૯૫૭માં પ્રદશિત થઇ હતી. શાંતારામની ફિલ્મ નિર્માણની તકનીક અને તેમની દ્રષ્ટિ આજના નિર્દેશકોમાં જોવા મળતી નથી. એમણે ૧૯૫૭માં ઝનક પાયલ બાજે માટે સર્વશ્રેષ્ઠ નિર્દશકની ફિલ્મફેયર પુરષ્કાર આપવામાં આવ્યો હતો. એમની દો આખે બારહ હાથ માટે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો.
આ ફિલ્મે બર્લિન ફિલ્મ સમારોહમાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડસ પણ મેળવ્યા હતા. અન્ના નામથી જાણીતા શાંતારામને ૧૯૮૫માં ભારતીય સિનેમાનો સૌથી મોટો પુરષ્કાર દાદા સાહેબ ફાલકેથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાંતારામે તેમના છ દશકના લંબા કરિયરમાં લગભગ ૫૦ ફિલ્મો નું નિર્માણ કયું હતું. દર્શકો વચ્ચે ખાસ પ્રકારની ઓળખ ઉભી કરી હતી. આ મહાન ફિલ્મકારે ૩૦ ઓક્ટોમ્બર ૧૯૯૦ના રોજ આ દુનિયાને અલવિદા કરી હતી. તેમનું હિન્દી ફિલ્મમાં યોગદાન ક્યારેય નય ભૂલાય.
Comments
Post a Comment