આંતરાષ્ટ્રીય અદાલતમાં ભારતને સૌથી મોટી કામયાબી આપવવાળા દલવીર ભંડારી વિષે જાણો આ ખાસ વાત.
ભારતના જસ્ટિસ દલવીર ભંડારીને ઇન્ટરનૅશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સૌથી મોટી જીત મેળવી લીધી છે. આ સાથે જ તે બીજી વાર આંતરાષ્ટ્રીય અદાલતના જજ બની ગયા છે. ભંડારીની સામે બ્રિટેનના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રીનવુડ હતા. દલવીર ભંડારીને જનરલ એસેમ્બલીમાં 183 મત મળ્યા હતા જયારે સિક્યોરિટી કાઉન્સિલમાં જસ્ટિસ ભંડારીને 15 મત મળ્યા હતા. આઇસીજેની છેલ્લી સીટ માટે મતદાન 20 નવેમ્બરની રાત ના આંતરાષ્ટ્રીય ન્યાયાલયમાં આયોજન કરાયું હતું. વર્ષ 1945માં સ્થપાયેલી આઈસીજેમાં આવું પહેલી વાર બન્યું હતું કે કોઈ બ્રિટિશ ન્યાયાધીશ નહિ હોય.
જાણો જસ્ટિસ દલવીર ભંડારીની કેટલીક ખાસ વાત :
1. દલવીર ભંડારી ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ હતા. તેમનો જન્મ 1 ઓક્ટોમ્બર 1947માં રાજસ્થાનના જોધપુરમાં થયો હતો.
2. દલવીર ભંડારીના પિતા અને દાદા રાજસ્થાન બાર એસોસીએસનના સદસ્ય હતા. જોધપુર વિશ્વવિદ્યાલયમાંથી તેમેણે વકીલાતનો અભ્યાસ કર્યો ત્યાર પછી એમણે રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરી.
3. વર્ષ 1991માં ભંડારી દિલ્હી આવી ગયા અને દિલ્હીમાં જ વકાલત કરવા લાગ્યા. ઓક્ટોમ્બર 2005માં તે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બન્યા.
4. દલવીર ભંડારીએ 19 જૂન 2012ના રોજ પહેલી વાર ઇન્ટરનૅશનલ કોર્ટ ઓફ જસ્ટિસની સદસ્યતાની શપથ લીધા હતા. તે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ ન્યાયમૂર્તિ પણ રહ્યા છે.
5. દલવીર ભંડારી ઇન્ટરનૅશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયા પહેલા ભારતમાં જુદી જુદી અદાલતોમાં વિસ વર્ષ કરતા પણ વધારે સમય સુધી ઉચ્ચ પદ પર રહી ચુક્યા છે.
6. પહેલેના 11 રાઉન્ડની ચૂંટણીમાં ભંડારીને મહાસભાના લગભગ બે તૃતીયાંશ સદસ્યોના સમર્થન મળ્યા પણ સુરક્ષા પરિષદમાં તે ગ્રીનવુડથી ત્રણ મતોથી પાછળ હતા.
7. 12માં રાઉન્ડમાં ચૂંટણીમાં પહેલા જ બ્રિટેને ખસી જવાનો નિર્ણય લીધો.
8. જુસ્ટિસ ભંડારીની જીત ભારત માટે મહત્વની છે કેમકે પાકિસ્તાનમાં બંધ કુલભૂષણ જાધવનો મામલો પણ આંતરાષ્ટ્રીય અદાલતમાં છે.
9. એવું માનવામાં આવે છે કે બ્રિટેનને ડર હતો કે ક્યાંક ભારત બે તૃતીયાંશ મત મેળવી લે તો સુરક્ષા પરિષદ માટે ભારતના ઉમેદવારને આઈસીજે માં નિર્વાચિત થતા રોકવા ખુબ જ મુશ્કિલ થાત.
10. ભારતની લોકતાંત્રિક તરીકેથી થયેલી જીતથી વિટોની શક્તિ રાખવાવાળા પાંચ સ્થાઈ સદસ્યો બ્રિટેન, ચીન, ફ્રાન્સ, રુસ અને અમેરિકા પર ભારતનો દબદબો કાયમ કરી લીધો છે.
Comments
Post a Comment