મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનું જીવન પરિચય.

ચીનના સન્યામાં આયોજિત મિસ વર્લ્ડ 2017ના પ્રતિયોગિતામાં ભારતની માનુષી છિલ્લરે જીતીને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. માનુષી ભારતના હરિયાણા રાજ્યની છે. તેણે આ વર્ષે જ ફેમિના મિસ ઇન્ડિયા 2017નો ખિતાબ જીત્યો હતો. આજે તે દેશની છઠ્ઠી મિસ વર્લ્ડના રૂપમાં પોતાનું નામ ઇતિહાસના પન્નોમાં લખાવી દીધુ. 

માનુષીની ઉમર વીસ વર્ષ છે અને તે એક મેડિકલની છાત્રા છે. આ એક ખુબ જ પ્રતિભાશાળી માતા પિતાની સંતાન છે જેના જીવનમાં શિક્ષાની અલગ જ પહેચાન રહી છે. તેમ છતા માનુષીએ મૉડલિંગ તેમજ કુશળ ડાન્સર પણ છે. તેમણે કુચીપુડી નૃત્યની તાલિમ  પણ લીધી છે. આ તાલિમ પ્રસિદ્ધ રાજા રેડ્ડી, કૌશલ્યા રેડ્ડી પાસેથી પ્રાપ્ત કરી છે.  

માનુષી નો જન્મ 14 મેં 1997ના રોજ  સોનીપત હરિયાણામાં થયો હતો. તેમના પિતાનું નામ મિત્રા તેમજ માતાનું નામ નીલમ છે પિતા એક સાયન્ટિસ્ટ જે ડિફેન્સ રિસેર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઝેસન કામ કરે છે  તેમજ માતા આસિસ્ટન્ટ પ્રોફેસર છે. માનુષી સેન્ટ થોમસ સ્કુલ નવી દિલ્હીમાં ભણી છે તેમજ હાલ તે ભગત ફૂલ સિંહ ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરે છે. 

મિસ વર્લ્ડ 2047 :
18 નવેમ્બર 2017ના ચીનમાં સન્યામાં આ ભવ્ય આયોજન કરાયું હતું.  આ પ્રતિયોગિતાના છેલ્લા ચરણમાં પાંચ દેશની સુંદરીઓએ પોત પોતાની જગ્યા બનાવી લીધી હતી એમની એક માનુષી હતી. આ પાંચ દેશોમાં ભારત, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, કેન્યા અને મેક્સિકો હતા. આ અંતિમ પડાવમાં પહેલી રનર્સ અપ સ્ટેફની હિલ જે ઈંગ્લેન્ડની છે અને બીજી રનર્સ અપ જે મેક્સિકોની છે અને જેને મિસ વર્લ્ડની ખિતાબ જીત્યો તે માનુષી છિલ્લર હતી. 

25 જૂન 2017 ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. અહીં તેણે હરિયાણાને રિપ્રેસન્ટ કર્યો હતો જ્યાં તેને મિસ ફોટોજેનિક નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. માનુષી શક્તિ અભિયાનમાં દેશની મહિલાને સફાઈ ની જાગૃતતા માટે કાર્ય કરી રહી છે અને તે આ માટે ગામડાઓમાં જઈને મહિલાઓ વચ્ચે રહીને આ વિષય પર તેમને જાણકારી આપે છે. 

Comments

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ