લોકશાહીમાં લોકોએ મત આપવો જ જોઈએ.

હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક લોકોએ પોતાનો મત જરૂર આપવો જોઈએ. ભારતએ દુનિયાની સૌથી મોટી અને મજબૂત લોકશાહી ધરાવતો દેશ છે. ઘણા લોકો હજુ પણ એવું કહેતા હોય છે કે આપણે શા કારણે મત આપવો જોઈએ મત આપવાથી શો ફાયદો?  ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધ્યું છે પરંતુ લોકો હજુ પણ મતપેટી સુધી જતા અચકાય છે. સાક્ષરતા વધે એટલે એમ નો સમજવું કે લોકોને દરેક બાબતોનું જ્ઞાન આવી ગયું છે. હજુ પણ પછાત વિસ્તાર છે જ્યાં લોકોને મત માટે જાગૃત કરવા પડે છે યુવાઓમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે તે કાબિલે તારીફ છે દરેક સમાજના લોકોએ મત આપવો જોઈએ. ગ્રામ્યમાં અને શહેરો માં મત ની ટકાવારીમાં ઘણો અંતર રહે છે. એક વર્ગ એવો પણ છે જે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતો હોય છે તેને વહેલી સવારે ઉઠીને મતદાન મથકે પોંહચવું પડે છે જયારે અમુક લોકો આળસ કરી ને મત દેવા જતા નથી. મતની ટકાવારી વધવી જોઈએ એના બદલે ઘટી રહી છે. ગયા વિધાનસભાની ચૂંટણીમાં પણ એવરેજ મતદાન થયું હતું તે દેખાડે છે કે હજુ પણ મતદારો મત આપવા માટે એટલા ઉત્સાહિત નથી.


દરેક રાજકીય પક્ષોએ પણ પોતાના પ્રચાર દરમિયાન મત માટે પણ લોકોને જાગૃત કરવા જોઈએ જેથી વધુ ને વધુ લોકો આ લોકપર્વમાં સહિયારો સાથ આપે અને યોગ્ય ઉમેદવાર તેમજ યોગ્ય પક્ષની સરકાર બનાવવામાં પોતાનું યોગદાન આપે. તમારો એક મત કિંમતી છે. અને તમે જો મત આપવા નહિ જાવ તો તમારા મતનો દુરુપયોગ પણ થઇ શકે છે. અને ઓણ તો વિધાનસભામાં તમે ક્યાં ઉમેદવારને મત આપ્યો છે તે જોઈ શકશો. આ અગાઉ તમે ક્યારે મત આપ્યો તે જોઈ શકતા ન  હતા. આ વિધાનસભાની ચૂંટણીમાં તમારો મત યોગ્ય વ્યક્તિને જ જશે. 


આ અભિયાનમાં દરેક યુવાને પણ જાગૃતતા લાવી જોઈએ અને બીજા લોકોને પણ મત માટે જાગૃત કરવા જોઈએ. મત દેવામાં તમારો સમય પણ વેડફાતો નથી અને જો જે વ્યક્તિ મત ન દેવા જાય એને કોઈ અધિકાર નથી સરકાર વિરુદ્ધ ટિપ્પણી કરવાનો. તો ચાલો લોકપર્વમાં આપણે સાથે મળીને આ મત જાગૃતિ અભિયાન શરૂ કરીયે અને વધુ ને વધુ મત લોકો આપે એવો સંદેશો બાજને પણ મોકલીએ.


Comments

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ