ભારતીય અંતરીક્ષ પ્રોગ્રામના જનક- ડો. વિક્રમ અંબાલાલ સારાભાઇ

વિક્રમ સારાભાઇ ભારતના એક મહાન વૈજ્ઞાનિક હતા. તેને ભારતીય અંતરીક્ષ પ્રોગ્રામના ભીષ્મપિતામહ પણ કહેવાય છે. વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇને શાંતિ સ્વરૂપ ભટનાગર મેડલ પણ આપવામાં આવ્યું છે. વિક્રમ સરભાઈને  ૧૯૬૬માં પદ્મ ભૂષણ તેમજ ૧૯૭૨માં પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઇ નું પૂરું નામ વિક્રમ અંબાલાલ સારાભાઇ હતું અને તેનો ૧૨ ઓગસ્ટ ૧૯૧૯માં ગુજરાતના કર્ણાવતી શહેરમાં થયો હતો. સારાભાઇના પરિવારમાં તેમના જીવનમાં ખુબ જ મહત્વ હતું અને તે એક અમીર વ્યાપારી પરીવારમાં જન્મ્યા હતા. તેમના પિતા અંબાલાલ સારાભાઇ એક સમૃદ્ધ ઉદ્યોગપતિ હતા જેની પાસે ગુજરાતમાં ઘણી એવી મિલ્સ પોતાના નામે હતી. વિક્રમ સારાભાઇ, અંબાલાલ અને સરલા દેવીના આઠમાં સંતાન હતા. સરલા દેવીએ પોતાના બાળકોને ભણાવવા માટે મોટેસરી પ્રથાની અનુશાર એક ખાનગી શાળાની સ્થાપના કરી હતી, જેને મારિયા મોટેસારીને પ્રતિપાદન કર્યું હતું. તેમની આ શાળાએ બાદમાં ખુબ જ ખ્યાતી પ્રાપ્ત કરી હતી. સારાભાઇના પરિવાર ભારતીય સ્વત્રંતા અભિયાનમાં શામિલ હોવાને કારણે કેટલાય સ્વત્રંતા સેનાની જેવાકે મહાત્મા ગાંઘી, મોતીલાલ નેહરુ, રવીન્દ્રનાથ ટાગોર ઓર જવાહરલાલ નેહરુ ઘણીવાર સારાભાઇના ઘરે આવતા હતા. વિક્રમ સારાભાઇના જીવન પર આ દરેક સેનાનીઓનો પ્રભાવ પડ્યો અને સારાભાઇના  વ્યક્તિગત જીવનના વિકાસ ઉપર પણ ઘણી મદદ મળી હતી. ઇન્ટરમીડીએટ વિજ્ઞાન પરીક્ષામાં ઉતીર્ણ થાય પછી વિક્રમ સારાભાઇએ કર્ણાવતીના ગુજરાત મહાવિદ્યાલયમાંથી તેમનું મેટ્રિક પૂરું કર્યું હતું ત્યાર પછી તે ઇગ્લેન્ડ જતા રહ્યા હતા અને ત્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સીટીના સેન્ટ જોન મહાવિદ્યાલયમાંથી શિક્ષા ગ્રહણ કરી. સારાભાઇ ૧૯૪૦માં પ્રાકૃતિક વિજ્ઞાનમાં તેમને યોગદાન માટે ટ્રીપોસ પણ આપવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધને કારણે તેમણે ભારત પાછું આવવું પડ્યું હતું. ભારત આવ્યા પછી ભારતીય વિજ્ઞાન સંસ્થા બેંગલોરમાં જોડાય ગયા હતા અને તે સર સી.વી. રમણ (નોબેલ ખિતાબ વિજેતા) ના માર્ગદર્શન હેઠળ અંતરીક્ષ કિરણો ઉપર સંસોધન કરવાનું શરુ કરી દીધું હતું. યુદ્ધ પૂરું થયા બાદ તે કેમ્બ્રિજ યુનિવર્સીટી પાછા ગયા અને ત્યાં અંતરીક્ષ કિરણો પર તેમનો થીસિસ ઉષ્ણકટિબંધીય અક્ષાંસ અને કેટલીક બીજા સંશોધનથી તેને ૧૯૭૪ માં પીએચડી ની ઉપાધી આપવામાં આવી હતી.

વિવાહ અને સંતાન 

સપ્ટેમ્બર ૧૯૪૨માં વિક્રમ સારાભાઇના વિવાહ ભારતની પ્રસિદ્ધ ક્લાસિકલ ડાન્સર મૃણાલિની સારાભાઇ સાથે થયા. તેમનો વિવાહ સમારોહ ચિન્નાઇમાં યોજાયો હતો. આ વિવાહ સમારંભમાં તેમનો પરિવાર ઉપસ્થિત ન રહી શક્યો હતો કેમ કે તે સમયે મહાત્મા ગાંધીનો ભારત છોડો આંદોલન ચરમસીમાએ હતો જેમાં તેમનો પરિવાર શામિલ હતો. વિક્રમ અને મૃણાલિની ને સંતાનોમાં બે બાળકો હતા જેનું નામ કાર્તિકેય અને મલ્લિકા સારાભાઇ છે જેમાં મલ્લિકા સારાભાઇ એક પ્રસિદ્ધ ડાન્સર છે જેને પાલમેં ડી ઓરે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા 

ઇગ્લેન્ડ જઈ સાલ ૧૯૪૭માં વિક્રમ સારાભાઇ ફરીથી સ્વતંત્ર ભારતમાં પાછા આવ્યા હતા. દેશની જરૂરિયાતને સમજવા લાગ્યા અને તેમના પરિવાર દ્વારા સ્થાપિત સમાજસેવી સંસ્થાઓને ચલાવવાનું શરુ કરી દીધું. કર્ણાવતીથી નજીક જ ભૌતિક અનુસંધાન સંસ્થાનું નિર્માણ કર્યું અને ૧૧ નવેમ્બર ૧૯૪૭માં તેમેને આ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાની સ્થાપના કરી તે વખતે તેમની ઉમર માત્ર ૨૮ વર્ષ હતી. 

આ સાથે વિક્રમ સારાભાઇ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનજમેન્ટ (IIM) ના સંસ્થાપક હતા જે દેશનું બીજું IIM હતું. તેમના બીજા વ્યાપારી કસ્તુરભાઈ લાલભાઈની સાથે મળીને તેમણે ૧૯૬૧,અ શિક્ષામાં વિકાસના કેટલાય કાર્ય કર્યા હતા. ૧૯૬૨માં કર્ણાવતીમાં પ્રાકૃતિક યોજના તેમજ તંત્રજ્ઞાન વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. જે શિલ્પકળા, યોજના અને તંત્રજ્ઞાનમાં સ્નાતક અને અનુસ્નાતકના કેટલાય પ્રોગ્રામ ઉપલબ્ધ કરાવતા હતા. ૧૯૬૫માં એમને નેહરુ વિકાસ સંસ્થાની સ્થાપના કરી જેમનું મુખ્ય કેન્દ્ર બિંદુમાં શિક્ષા અને સામાજિક ક્ષેત્રમાં વિકાસ કરવા માટેનો હતો. તેમના ઉપક્રમમાં સારાભાઇએ ડો. હોમી ભાભાને પૂરી સહાયતા કરી હતી, જે ન્યુક્લિયર અનુસંધાન કરવાવાળા સૌથી પહેલા ભારતીય હતા. ભાભાએ પણ સારાભાઈને પહેલા રોકેટ લોન્ચિંગ સ્ટેસન થુમ્બાના નિર્માણમાં સહાયતા કરી હતી. જેનું ઉદ્ઘાટન ૨૧ નવેમ્બર ૧૯૬૩માં કરવામાં આવ્યું હતું. ભારતમાં વિક્રમ સારાભાઇનું સૌથી મોટું યોગદાન ૧૯૬૯માં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંસ્થા (ISHRO)ની સ્થાપનામાં હતો. આ સંસ્થાનો મુખ્ય ઉદેશ દેશમાં તંત્રજ્ઞાન નો ઉપયોગનો વધારો અને દેશની સેવા માટે હતો. 

 ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ 

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈશરો ) ની સ્થાપના એમની મહાન ઉપલબ્ધિઓમાની એક છે. રૂસી સ્પુતનિકના પ્રમોચન પછી તેમણે ભારત જેવા વિકાસશીલ દેશ માટે અંતરીક્ષ કાર્યક્રમના મહત્વ અંગે સરકારને રાજી કાર્ય હતા. ડો સારાભાઇએ અંતરીક્ષ કાર્યક્રમને મહત્વ ઉપર ખુબ જ ભાર મુક્યો હતો. 

ડો. સારાભાઇ દ્વરા સ્થાપિત પ્રસિદ્ધ સંસ્થાઓ 

૧. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પીઆરએલ), કર્ણાવતી 
૨. ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ), કર્ણાવતી 
૩. કમ્યુનિટી સાયન્સ સેંટર, કર્ણાવતી 
૪. દર્પણ એકેડમી ફોર પર્ફોમિંગ આર્ટસ, કર્ણાવતી ( તેમની પત્નીની સાથે મળીને)
૫. વિક્રમ સારાભાઇ અંતરીક્ષ કેન્દ્ર, તિરુવનંતપુરમ્ 
૬. સ્પેસ એપ્લીકેશન સેન્ટર, કર્ણાવતી 
૭. ફાસ્ટર બ્રીડર ટેસ્ટ રીએક્ટર, કલ્પકમ 
૮. વરીએબલ એનર્જી સાયકલોટ્રોન પ્રોજેક્ટ, કોલકાતા 
૯. ઇલેક્ટ્રોનીક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે, હૈદરાબાદ
૧૦. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે, જાદુગુડા, બિહાર 

Comments

Post a Comment

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ