સાતમ આઠમનો તહેવાર એટલે સૌરાષ્ટ્રની પ્રજાનું મીની વેકેશન ........

આજે નાગપાંચમ એટલે સાતમ આઠમના તેહવારની શરૂઆત. આમતો સૌરાષ્ટ્રના લોકો એક પછી એક એમ બધા તહેવાર હર્ષ- ઉલ્લાસથી ઉજવતા હોય છે પણ દિવાળી અને સાતમ આઠમનો તહેવાર આવે એટલે જાણે એક અલગ જ ઉત્સાહ જોવા મળે. ગામડામાં તહેવારને અનુલક્ષીને ઘરે ઘરે ફરસાણ તૈયાર થઇ રહ્યું હશે. છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રવાસી સાતમ આઠમમાં બહારના સ્થળોએ ફરવા જતા રહે છે. એમાય ખાસ કરીને રાજકોટની પ્રજા આ બાબતે મોખરે હોય છે. મોટું નાનું ફેમીલીએ તો અત્યારે નક્કી પણ કરી લીધું હશે કે ક્યાં ક્યાં સ્થળોએ ફરવા જવું. રાજકોટના કેટલાક પરીવાર તો એટલા હરખપદુળા હોય છે કે તેઓ તો આજે જ રવાના થઇ જશે. નજીક જોવા લાયક સ્થળો જોવા જેવા ની રહે એટલી ચિક્કાર ગીરદી જોવા મળશે. રાજકોટમાં લોકમેળામાં તો જાને માનવનું ઘોડાપુર જોવા મળશે. દુર દુરના ગામડામાંથી ગ્રામ્યજનો આ લોકમેળાનો આનંદ લેવા આવશે. રાજકોટ મુનીસીપલ કોર્પોરેશન લોક મેળાનું નામ રાખે છે તેમ આ વખતે પણ આ લોકમેળાનું નામ " વાયબ્રન્ટ મેળો" એવું નામ આપવામાં આવ્યું છે. આ આઠ દિવસના મીની વેકેશનમાં સૌરાષ્ટ્રના લોકો નજીક સ્થળ જેવા કે ચોટીલા, જડેશ્વર, જુનાગઢ, દીવ થી લઇ મુંબઈ, આબુ, સાપુતારા સુધી પહોચી જાય છે. ઘણા એવા કુટુંબ છે જે આવા તહેવારોની આતુરતાથી રાહ જોતા હોય છે કે રાજા પડતા જ ઉપડી પડે છે. યુવાનોના મનગમતા સ્થળો તો ખાસા દુર હોય છે તેઓ મોટે ભાગે ગોઆ, મહાબળેશ્વર જેવા સ્થળોએ નીકળી પડે છે. મીઠાઈ થી લઇ કપડા તેમજ છૂટક થી લઇને મોટા હોલસેલર માટે પણ આ તહેવાર આશીર્વાદ સમાન છે. સૌરાષ્ટ્રમાં ઘણા એવા પરિવારો પણ છે જે પોતપોતાની કાર લઈને નજીકના વિસ્તારમાં બે ચાર દિવસ આનંદ લઇ આવે છે. તો કેટલાક લોકો તો આ તહેવારની રાહ એટલે જોતા હોય છે તેને પત્તાની રમત રમવી હોય છે. આજેય પણ શ્રાવણી જુગારનું મહત્વ એટલું જ છે જેટલું પહેલા હતું. ઘર ઘરના લોકો પણ નવરાસના સમયમાં પત્તે રમતા હોય છે. આ રજાઓમાં મધ્યમ વર્ગના લોકો પણ એક બીજાની ઘરે જતા હોય છે તો કેટલાક લોકો એવા હોય છે જે શહેરમાં વસવાટ કરતા હોય છે પરંતુ ગામડે પોતાના મકાન હોય છે તેઓ ત્યાં આરામ કરવા જતા રહે છે. રાજકોટની જેમાં બીજા શહેરોમાં પણ હવે લોક મેળો થવાથી ત્યાના તેમજ આજુબાજુના ગ્રામ્યજનો ત્યાંના લોકમેળાનો આનદ ઉઠાવે છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ મુકામે પ્રથમ જ્યોર્તિલિંગ આવેલ હોવાથી શ્રાવણ માસ અને સાતમ આઠમ બન્ને સાથે હોવાને કારણે ત્યાં પણ એટલી જ મેદની જોવા મળતી હોય છે. શહેરોના રસ્તા જાણે સુમસાન થઇ જશે. નયનરમ્ય સ્થળો માણસોથી ભરાય જશે. આ વર્ષે વરસાદ સારો થયો હોવાથી જાણે ભગવાને લીલીછમ ચાદર પાથરી હોય તેમ બધે હરિયાળી કરી દીધી છે. સૌરાષ્ટ્રની પ્રજા માટે લખાય એટલું ઓછું છે અને આ પ્રજા પૈસો કમાવી પણ જાણે અને વાપરી પણ જાણે....

Comments

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ