ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
૨૦મી જુલાઈ ૨૦૧૭ના રોજ રામનાથ કોવિંદ દેશના ૧૪માં રાષ્ટ્રપતિ ચુટાયા હતા. ૨૫ જુલાઈ ૨૦૧૭ના રોજ ભારતના ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ જે એસ ખેહર દ્વારા તેમણે રાષ્ટ્રપતિ પદના શપથ અપાવ્યા. આ સાથે જ તે ભારતના પ્રથમ નાગરિક તેમજ સેનાની ત્રણેય પાંખના પ્રમુખ પદ પર બિરાજમાન થયા. રામનાથ કોવિંદનો જન્મ ૧ ઓક્ટોમ્બર ૧૯૪૫માં કાનપુરના દેરાપુર તાલુકામાં થયો હતો. તેમના પિતાનું નામ સ્વર્ગીય માઈર્કૂ લાલ તેમજ માતાનું નામ સ્વર્ગીય કલાવતી હતું. તમની પત્નીનું નામ સવિતા કોવિંદ છે.
રામનાથ કોવિંદની શિક્ષા
રામનાથ કોવિંદે બી.કોમ અને એલએલબીની ઉપાધી પ્રાપ્ત કરી છે. આ ડીગ્રી તેઓએ કાનપુર વિશ્વવિદ્યાલયમાંથી મેળવી હતી. કાનપુરથી વકીલાતની શિક્ષા પૂરી કર્યા પછી તે દિલ્લી ગયા. દિલ્લીમાં તેમણે આઈએએસ ની પરીક્ષા પાસ કરવાની કોશીશ કરી પરંતુ તે તેમાં સફળ ન થયા. શરુઆતમાં બે અસફળતા મળ્યા પછી પણ તેમણે હાર ન માની અને ત્રીજી વાર ફરી આઈએએસ એન્ટ્રસ પરીક્ષા આપી જેમાં આ વખતે સફળ થયા તેમ છતાં તેમને આઇએએસ પદ મળ્યું ન હતું. તેમણે નોકરી ન કરી અને નોકરીની જગ્યાએ લો નો અભ્યાસ કરવાનું સાચું લાગ્યું.
રામનાથ કોવિંદનું કરિયર
રામનાથ કોવિંદે એલએલબીની ઉપાધી હાસિલ કરી જેથી વકાલતમાં પણ તેમણે કરિયર અજમાવ્યું અને દક્ષ વકીલ સાબિત થયા. તેમના કરિયરને બે ભાગમાં જોય શકાય છે.
વકાલતમાં કરિયર : વકાલત કરતા કરતા તેમણે દિલ્લી હાઈ કોર્ટમાં અભ્યાસ કર્યો. કેન્દ્ર સરકારના વકીલ તરીકે રહીને કાર્ય કર્યું. દિલ્લી કોર્ટમાં તેમનો કાર્યકાળ સાલ ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી રહ્યો. સાલ ૧૯૮૦ થી ૧૯૯૩ દરમિયાન કેન્દ્રીય સરકારના સ્ટેન્ડિંગ કોઉંન્સિલ તરફથી તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ અભ્યાસ કર્યો.
સાંસદ તરીકે કરિયર : સાલ ૧૯૯૪ના એપ્રીલ મહિનામાં ઉતરપ્રદેશથી રાજ્યસભા સાંસદ નિયુક્ત કરવામાં આવ્યા. તેમની કુશળ કાર્યક્ષમતાના બળ પર એમણે સતત ૨ વાર રાજ્યસભા સાંસદનું પદ હાંસિલ કર્યું. આમ રાજ્યસભામાં તેમનો કાર્યકાળ ૧૨ વર્ષ મતલબ સાલ ૨૦૦૬ સુધી રહ્યો.
રામનાથ કોવિંદ દ્વારા થયેલા કર્યો
રાજ્યસભા સાંસદ પદ પર કાર્યરત દરમિયાન તેમણે રાજ્યસભા જે વિશિષ્ટ પદો ઉપર કાર્ય કર્યું.
અનુસુચિત જાતિ અને જનજાતિ પાર્લામેન્ટ્રી કમિટી
હોમ અફેયર્સ પાર્લામેન્ટ્રી કમેટી
પેટ્રોલિયમ અને નેચરલ ગૈસ પાર્લામેન્ટ્રી કમેટી
સોશયલ જસ્ટિસ અને એમ્પોવેર્મેન્ટ કમેટી
લો અને જસ્ટિસ પાર્લામેન્ટ્રી કમિટી
રાજ્યસભા ચેરમેન
ઉપરોક્ત વિશિષ્ટ પદો ઉપરાંત કેટલાય અન્ય મહત્વપૂર્ણ પદો પર પણ શ્રી રામનાથ કોવિંદને કામ કરવાનો મોકો મળ્યો હતો. એમને ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સીટીમાં મેનજમેન્ટ બોર્ડમાં સદસ્ય તરીકે પણ કાર્ય કર્યું. કલકતા ની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓર મેનજમેન્ટમાં મેમ્બર ઓફ બોર્ડ ના પદ પણ કાર્ય કર્યું. આ ઉપરાંત તેમણે સાલ ૨૦૦૨ના ઓક્ટોમ્બરમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિના પદ પર બિરાજમાન થયા.
ભારતના તાત્કાલિક રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નો કાર્યકાળ ૨૪ જુલાઈ ૨૦૧૭ના રોજ પૂરો જવા થઇ રહ્યો હતો. તેના આગલા દિવસે ૨૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ રામનાથ કોવિંદને ભારતના ૧૪માં રાષ્ટ્રપતિ ના પદ માટે શપથ લીધા હતા. ૨૦ જુલાઈએ વોટોની આખરી ગણતરી પછી ૧૦.૦૯.૩૫૮ કુલ મતો માંથી રામનાથ કોવિંદને ૭.૦૨.૦૪૪ મતોથી જીત હાસિલ થઇ. જયારે તેમની પ્રતિદ્વંદ્વી અને લોકસભાની પૂર્વ અધ્યક્ષ મીનાકુમાર ને ફક્ત ૩.૬૭.૩૧૪ મત મળ્યા.
આમ શ્રી રામનાથ કોવિંદ પોતાના તમામ પદો પર કામ કરતા એ પદોને ભૂલ્યા ન હતા. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પહેલા તે બિહાર રાજ્યના રાજ્યપાલનો પદ સાંભળી રહ્યા હતા. ૧૬ ઓગસ્ટ ૨૦૧૬થી બિહાર રાજ્યના રાજ્યપાલના પદ પર હતા.
Comments
Post a Comment