ત્રણ તલાક ગેરબંધારણીય કરાર- સુપ્રીમ કોર્ટ

એક સાથે ત્રણ તલાકને આજે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય કરાર આપ્યો છે. કોર્ટની પાચ સદસ્ય બેંચમાંથી ત્રણ જજોએ એક સાથે ત્રણ તલાક આપવા ને ગેરબંધારણીય માન્યો હતો. તેઓએ આ ભેદભાવ અને સમાનતાના મૌલિક અધિકારનું ઉલ્લઘન બતાવ્યું છે. સુપ્રીમ કોર્ટની બેંચે એ પણ કહ્યું કે એક સાથે ત્રણ તલાક ગેરકાનૂની છે અને ત્વરિત જ ખત્મ કરવામાં આવે. 
સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે ઇસ્લામિક દેશોમાં ત્રણ તલાક પર પ્રતિબંધ લાગુ છે તો શું સ્વતંત્ર ભારત આનાથી મુક્તિ ન મેળવી શકે?
ત્રણ તલાકના આ કેસ પર પાંચ જજની બેંચ, ચીફ જસ્ટિસ જેએસ ખેહર, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ યૂયૂ લલિત, જસ્ટિસ અબ્દુલ નજીર અને જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમને આજે જયારે ફેશલો સંભળાવ્યો ત્યારે એમનામાં મતભેદ હતો. 
આમાંથી જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમને ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો જયારે ચીફ જસ્ટિસ જેએસ ખેહર અને જસ્ટિસ અબ્દુલ નજીર ત્રણ તલાકના પક્ષમાં હતા. 
ચીફ જસ્ટિસ કેએસ ખેહરે કહ્યું કે દરેક પાર્ટી રાજનીતિક મતભેદ એક બાજુ રાખીને આ મુદ્દા ઉપર એક જૂથ થઇને સંસદમાં ફેસલો કરે. એમને ત્રણ તલાક પર છ મહિના માટે રોક લગાવીને સરકારને આ વિષય પર કાનુન બનવાનું સુચન આપ્યું હતું. 
ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટનો ફેસલો ઇસ્લામના હકમાં 
તુરંત ત્રણ તલાક પર જે આજ ફેસલો આપ્યો છે તે 'તલાક-એ-બીદ્દ્ત' પર આપવામાં આવ્યો છે. બીદ્દ્તનો મતલબ થાય છે 'ઇનોવેશન' એટલે આ શબ્દ કુરાનમાં ન હતો. આ પાછળથી ઉમેરાયો છે. એમ કહો તો કુરાનમાં લઇ આવામાં આવ્યો છે. 
કુરાનમાં તેમજ પૈગ્બર એ ઇસ્લામના સમયમાં તરત તલાક હતો જ નહીં. પૈગ્બરના સમયની ઘણી હદીસો છે જેમાં એમને કહ્યું હતું કે જો કોઈએ એક વારમાં ત્રણ તલાક કહ્યું હોય તો એ ત્રણ તલાક માનવમાં આવશે નહિ પરંતુ એક જ તલાક માનવામાં આવશે. 
ઇસ્લામના હકમાં ફેસલો 
આજે જે થયું તે ફક્ત મહિલાઓ માટે લૈંગિક ન્યાય નહિ થયો પરંતુ ઇસ્લામના હકમાં પણ ફેસલો થયો છે. કારણકે ઇસ્લામેં હમેશા મહિલાઓ ને હક આપ્યો છે. 
ઇસ્લામેં જે હક મહિલાઓ ને આપ્યા હતા, એ સમયે તે કોઈ પણ ધર્મએ મહિલાઓ ને આપ્યો ન હતો. જો આપને આજ ના નજરિયેથી જોઈએ તો ઘણા ઓછા ધર્મોમાં મહિલાઓને આટલો હક આપ્યો છે. ઘણી એવી ચીજો છે જે ઇસ્લામમાં નથી પરંતુ મુસલમાન એ કરે છે. 

Comments

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ