આજે ભારતના પ્રથમ મહિલા ફોટોજર્નાલિસ્ટ હોમી વ્યારાવાલાની ૧૦૪મી જન્મજયંતિ છે.
હોમી વ્યારાવાલાજીનો જન્મ ગુજરાતના નવસારી જિલ્લામાં આજના દિવસે ૧૯૧૩માં થયો હતો. તેમનો જન્મ એક માધ્યમ વર્ગના પારસી પરિવારમાં થયો હતો.. તેમનું બાળપણ ગુજરાતમાં વીત્યું હતું પરંતુ તેમના પિતાની થીએટર કંપની હોવાને કારણે તેઓ મુંબઈમાં સ્થાઈ થયા હતા. મુંબઈ આવ્યા પછી જે. જે. આર્ટ્સ સ્કુલમાં ફોટોગ્રાફીની શિક્ષા પૂર્ણ કરીને તેને ડિગ્રી મેળવી લીધી હતી. તેમને તેમના મિત્ર માણેકશા જમશેતજી વ્યારાવાલા સાથે લગ્ન કર્યા હતા જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એકાઉનટન્ટ અમે ફોટોગ્રાફર હતા.
હોમી વ્યારાવાલાજીએ ૧૯૩૮માં ફોટોગ્રાફીના વિશ્વમાં તેમણે શરુઆત કરી અને તે ભારતની પ્રથમ મહિલા ફોટોગ્રાફર બન્યા હતા. તે જમાનામાં કેમેરા એક ચમત્કાર માનવામાં આવતો હતો. હોમીજી પ્રથમ મહિલા ફોટોગ્રાફર બનવાની સાથે એક હોનહાર ફોટો પત્રકાર પણ હતા જેને આજે ફોટોજર્નાલીસ્ટ તરીકે ઓળખીયે છીએ. તેમની પ્રથમ તસ્વીર બોમ્બે ક્રોનિકલમાં પ્રકાશિત થઇ હતી. પ્રકાશિત થયેલી દરેક તસ્વીર માટે હોમી વ્યારાવાલાજીને એક રૂપિયા મેહ્ન્તાનું મળતું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી, તેમણે ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા મેગેઝીન માટે કામ કરવાનું શરુ કર્યું જે ૧૯૭૦ સુધી ચાલ્યું.
હોમી વ્યારાવાલાજીએ તેમના ફોટોગ્રાફી કરિયરમાં ભારતના મહત્વપૂર્ણ રાજનીતિક અવસર સમયે ઘણી તસ્વીર ખેચી હતી. તેમણે દેશના ભાગલાના સમયે વોટ માટેની બેઠકની તસ્વીર લીધી હતી. ૧૬ ઓગસ્ટ ૧૯૪૭ના લાલ કિલ્લા પર પહેલી વાર તિરંગો લહેરાયો, લોર્ડ માઉંટબેટનએ ભારત છોડ્યું, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીની અંતિમ યાત્રાની તસ્વીર પણ લીધી હતી.
સિગરેટ પીતા જવાહારલાલ નેહરુ અને સાથે જ ભારતમાં તત્કાલીન બ્રિટિશ ઉચ્ચાયુક્તની પત્ની સુશ્રી સિમોનની મદદ કરતી એક તસ્વીર ભારતના પ્રથમ પ્રધાનમંત્રીની એક અલગ જ છવી દર્શાવે છે. આ તસ્વીર ભારતની પહેલી તેમજ લાંબા સમય સુધી ભારતની એકમાત્ર ફોટો પત્રકાર દ્વારા લેવાયેલી તસ્વીર હતી. તેમણે તેમની તસ્વીરના માધ્યમથી પરિવર્તનશીલ રાષ્ટ્રના સામાજિક તથા રાજનૈતિક જીવનને દર્શાવ્યું હતું. તેમાં નેહરુ થી માઉન્ટબેટન તેમજ દલાઈ લામાનું ભારતમાં પ્રવેશ, તેમની તસ્વીરની વિશેષ નિશાન છોડી ગયા હતા. તે સ્વતંત્ર ભારતથી પૂર્વ તથા તેમના પછીની કહાની બતાવે છે. વ્યારાવાલાજીના કાર્ય
તેમજ તેમના જીવન વિષે સબિના ગડિહોકે તેમની પુસ્તક ઇન્ડિયા ઈન ફોક્સ - કેમેરા ક્રોનિકલ ઓફ હોમીવ્યારાવાલામાં વધુ સારી રીતે ઉલ્લેખ કર્યો છે. ફોટોગ્રાફરોથી લેવાયેલા સાક્ષાત્કારોના આધાર પર હોમી વ્યારાવાલાની આત્મકથા તૈયાર કરવામાં આવી હતી. ૪૦ વર્ષમાં એક પણ ફોટોગ્રાફ ન લીધા હોવા છતાં હોમી વ્યારાવાલા એક મહાન વિભૂતિ બની રહી. તેમના દ્વારા લેવાયેલી તસ્વીર નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ માં પ્રદર્શિત થઇ હતી.
તેમેને ૧૯૭૦માં પતિના મૃત્યુ પછી ફોટોગ્રાફી છોડી દીધી હતી અને ૧૯૭૩માં એક નાના એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. સાલ ૨૦૧૧ના ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. ભારતના પ્રથમ ફોટોગ્રાફર હોમી વ્યારાવાલાનું મૃત્યુ ૯૮ વર્ષે ૨૦૧૨માં વડોદરામાં થયું હતું. તે ખરા અર્થમાં ભારતના ફોટોજર્નાલિસ્ટ હતા અને ભારતના એક રત્ન હતા. ભારત સરકારે આવી મહાન વિભૂતિને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ. હોમી વ્યારાવાલા ફોટોજર્નાલિસ્ટ માટે એક આદર્શ રહેશે.
Comments
Post a Comment