ભારતના રાજકારણના સચિન એટલે - નરેન્દ્ર મોદી

ક્રિકેટનું નામ આવે અને સચિન તેંડુલકરને યાદ કરવામાં ન આવે એવું ભાગ્યે જ બને. જે રીતે ભારતીય સિનેમામાં અમિતાભ બચ્ચને જે ઉંચાઈ પ્રાપ્ત કરી છે તે જ રીતે જો ભારતીય રાજકારણમાં જો કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે નામના અને સૌથી ઉંચાઈ જો કોઈ પોહ્ચ્યું હોય તો તે ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. 2001માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સપથ લીધા ત્યારે કોઈ ને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે આ વ્યક્તિ ભારતની તસ્વીર બદલી નાખશે. એક રાજકીય પાર્ટીનો સામાન્ય કાર્યકતા આજે એશિયાનો સૌથી વિકસતા દેશનું પ્રતિનિધિ કરે છે ત્યારે એક સામાન્ય વ્યક્તિ તરીકે ગર્વ થવો જોઈએ. 

નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હંમેશા છ કરોડ ગુજરાતીની વાત કરતા અને આજે જયારે તે ભારતના વડાપ્રધાન છે ત્યારે 125 કરોડ ભારતીયની વાત કરે છે જે સૌથી વધારે સારી વાત છે. આપણે બધાએ સૌથી પહેલા ભારતીય હોવાનો ગર્વ હોવો જોઈએ. એક પછી એક એમ ભારતના રાજકારણના બધા રેકોર્ડ નરેન્દ્ર મોદીએ તોડી નાખ્યા છે. 

પ્રધાનમંત્રી બન્યા બાદ એક પછી એક એમ કુલ મળીને અત્યારે 19 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.  નરેન્દ્ર મોદી જયારે પ્રથમવાર લોક સભાની ચૂંટણી લડતા હતા ત્યારે  એ જાહેરસભામાં લોકોને એક વાત કહેતા હતા કે કોંગ્રસ મુક્ત ભારત બનાવવાનું છે. જો આ જ રીતે ચાલ્યું તો એક દિવસ ખરેખર  કોંગ્રેસમુક્ત ભારત થઇ જશે. 

ગુજરાતમાં સતત છ વખત ભાજપની સરકાર બની છે એની પાછળ નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ટીમ વર્ક કામ કરી ગયું અને બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી સરકાર રચવામાં સફળ થઇ છે. એક સમય હતો કે જયારે ભારતમાં કોંગ્રેસનું એક ચક્રી શાસન હતું અને આજે કોંગ્રેસ ગણ્યા ગાંઠ્યા રાજ્યમાં સરકાર ચલાવે છે. જે દરેક મહાન વ્યક્તિને સફળતા મેળવવા સંઘર્ષનો સામનો કરવો પડે છે. તે જ રીતે નરેન્દ્ર મોદીએ પણ ઘણો સંઘર્ષ કર્યો છે. 

સતત લોકો સાથે સંપર્ક, વિદેશ સાથેના સબંધ વધારવા સતત વિદેશ પ્રવાસ તેમજ જયારે રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે એક પછી એક રેલી અને રોડ શો તદુપરાંત ગ્રામ્યના લોકો સાથે સંપર્ક કરવા રેડિયો પર મનની વાત કરે છે. નરેન્દ્ર  મોદી એટલે  એક લેખક, પ્રભાવશાળી વક્તા અને મોટી ઉંમરે પણ યુવાન જેવો ઉત્સાહ અને લોકપ્રિયતા આટલું બધું એક સાથે કોઈ વ્યક્તિમાં ભાગ્યે જ જોવા મળે છે. કેટલાક વર્ષો પહેલા અમુક દેશને તો ખ્યાલ પણ ન હતો કે ભારત નામનો દેશ કેવો છે. આજે વિદેશના લોકો જ નહિ મહાસત્તાના મોટા મોટા વ્યક્તિઓ પણ ભારતની વાત કરે છે. 

નરેન્દ્ર મોદી સામે હજુ કેટલાયપ્રશ્નો  પ્રશ્નો છે જેનો ઉકેલ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી પાસેથી જ લોકોને અપેક્ષા છે કેમકે લોકોને  ખ્યાલ આવી ગયો છે કે નરેન્દ્ર મોદી મોટા મોટા નિર્ણય લેવામાં માટે જરાય પણ અચકાતા નથી. નોટ બંધી હોય કે પછી જીએસટી કે પછી સ્વચ્છ ભારત હોય નરેન્દ્ર મોદીનું વિઝન ખુબ જ ઉચ્ચું છે. લોકોને તે હંમેશા કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ જો કોઈ એક નો વિકાસ થાય અને બીજાનો ન થાય તો એ વ્યાજબી ન કહેવાય।. ભારતના પૂર્વના રાજ્યના લોકો સાથે બીજા રાજ્યોનો વ્યવહાર અત્યંત ખરાબ હતો જે નરેન્દ્ર મોદીની સરકાર આવવાથી સતત તે તરફ ધ્યાન કેન્દ્રિત કરીને તે રાજ્યોનો વિકાસ શરુ કર્યો છે. આવી જ રીતે નરેન્દ્ર મોદી સાચા અર્થમાં રાજકારણના સચિન તેંડુલકર છે. જે એક પછી એક કેટલાય વિક્રમો તોડી નાખશે.



Comments

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ