ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
મહાન શિક્ષણવિદ, મહાન દાર્શનિક, મહાન વક્તા, વિચારક તેમજ ભારતીય સંસ્કૃતિના જ્ઞાની ડૉકટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આજે ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ ભારતના દક્ષીણના તીરુત્તાનીમાં થયો હતો જે ચિન્નાઇથી ૬૪ કિમી ઉત્તર- પૂર્વમાં છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન હિંદુ વિચારક હતા અને તે સ્વતંત્રભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તેમજ દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. રાજકારણમાં આવ્યા તે પહેલા તેમણે જીવનના મહત્વપૂર્ણ ૪૦વર્ષ શિક્ષક તરીકે યોગદાન આપ્યું હતું. તેમનામાં એક શિક્ષક હોવાના તમામ આદર્શ ગુણ હતા. તેમણે પોતાનો જન્મદિવસ વ્યક્તિગત નામથી નહીં પણ સંપૂર્ણ શિક્ષક સમુદાયને સન્માનિત કરવાના હેતુથી શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેના પરિણામ રૂપે આજે દેશમાં તેમનો જન્મદિવસ દર વર્ષે શિક્ષકદિવસ તરીકે ઉજવાય છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક સાધારણ પરિવારમાં જન્મ થયો હતો. તેમનું બાળપણ તીરુત્તાની તેમજ તિરુપતિ જેવા ધાર્મિક સ્થળો પર વીત્યું હતું. બાળપણથી જ પુસ્તક વાંચવાના શોખીન હતા. તે બાળપણથી જ ભણવામાં ઘણી રુચિ રાખતા હતા. તેમની પ્રારંભિક શિક્ષણ ક્રિશ્ચયન મિશનરી સંસ્થા લુંથર્ન મિશન સ્કુલમાં મેળવ્ય...
Comments
Post a Comment