હિરોઈન ઓફ હાઇજેક - નીરજા ભનોટ
નીરજા ભનોટ અશોક ચક્રથી સન્માનિત એક પૈન એમ એયરલાયન્સની પરિચારિકા હતી. ૫ સપ્ટેમ્બર ૧૯૮૬માં હાઇજેક થયેલા પૈન એમ ફ્લાઈટ ના ૭૩ યાત્રીઓની સહાયતા તેમજ સુરક્ષા કરતા કરતા તે આતંકવાદીઓની ગોળીઓ ની શિકાર થઇ ગઈ હતી. તેની આ બહાદુરી માટે તેને મરણોપરાંત ભારત સરકારએ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત એનાયત કરવવામાં આવ્યો હતો.
નીરજા ભનોટનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૬૩માં ભારતના ચંડીગઢમાં થયો હતો. નીરજા રમા ભનોટ અને હરીશ ભનોટની સુપુત્રી હતી. હરીશ ભનોટ 'ધ હિદુસ્તાન ટાઈમ્સ' મુંબઈમાં પત્રકારિતાના ક્ષેત્રમાં કાર્યરત હતા. નીરજાનું પ્રારંભિક શિક્ષણ તેમનું ગૃહનગર ચંડીગઢના સેક્રેડ સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં લીધું હતું. નીરજાએ બાકીનું શિક્ષણ મુંબઈ સ્કોટિસ સ્કુલ અને સેંટ ઝેવિયર્સ કોલેજ માંથી મેળવ્યું હતું.
નીરજાના લગ્ન વર્ષ ૧૯૮૫માં થયા હતા અને તે તેના પતિ સાથે ખાડી દેશમાં જતી રહી હતી પરંતુ થોડાક સમયમાં જ દહેજના દબાવને લઈને આ સંબધમાં ખટાસ આવી અને લગ્નના બે મહીનામાં જ નીરજા ફરી મુંબઈ તેમના પિતાના ઘરે આવી ગઈ હતી. તે પછી તેણીએ પૈન એમમાં વિમાન પરિચારિકાની નૌકરી માટે આવેદન કર્યું અને તે નિમણુક થયા બાદ મિયામીમાં ટ્રેનીંગ પૂરી કરી પછી ઘરે આવી.
૫ સપ્ટેમ્બર ૧૯૮૬ના મુંબઈથી ન્યૂયોર્ક માટે રવાના પૈન એમ-૭૩ને પાકિસ્તાનના કરાચીમાં ચાર આતંકવાદીઓએ અપહરણ કરી લીધું અને ૩૭૬ યાત્રી તેમજ ૧૯ ક્રૂ સદસ્યને બંધક બનાવી દીધા હતા. નીરજા તે વિમાનમાં સીનિયરના રૂપમાં નિયુક્ત થઇ હતી અને તેણીની જ તત્કાલ સુચનાથી ચાલક દળના ત્રણ સદસ્ય વિમાનના કોકપિટ માંથી જલ્દી જ સુરક્ષિત નીકળવામાં સફળ રહ્યા હતા. પાછળ રહી ગયેલી સૌથી વરિષ્ઠ વિમાનકર્મીના રૂપમાં યાત્રીઓની જવાબદારી નીરજા ઉપર હતી અને જયારે ૧૭ કલાક પછી આતંકવાદીઓએ યાત્રીઓની હત્યા શરુ કરી અને વિમાનમાં વિસ્ફોટક લગાવવાનું શરુ કર્યું ત્યારે નીરજાએ વિમાનનો અપાતકાલીન દરવાજો ખોલવામાં સફળ રહી અને યાત્રીઓને સુરક્ષિત બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢ્યો. જોકે તે દરવાજા દ્વારા સૌથી પહેલા પોતે જ નીકળી ને સુરક્ષિત જગ્યાએ પોતાને બચવી શકી હોત પરંતુ તેને પોતાનો સ્વાર્થ જોયા વગર સૌથી પહેલા યાત્રીઓને નીકળવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં ત્રણ બાળકોને બહાર કાઢતા સમયે એક આતંકવાદીએ જયારે બાળકો પર ગોળી મારવાની શરુ કરી તો નીરજા પોતે બાળકોની વચ્ચે આવીને આતંકવાદીઓની સામનો કરતા કરતા નીરજને ગોળી વાગી આને તેણીનું મૃત્યુ થયું. નીરજાના આ વીરતાપૂર્ણ કાર્યની વિશ્વએ નોંધ લીધી અને તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર હિરોઈન ઓફ હાઇજેકના રૂપમાં ખ્યાતી મેળવી.
નીરજને ભારત સરકારે આ અદભુત વીરતા અને સાહસ માટે મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કર્યું જે ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. વીરગતિ સમયે નીરજાની ઉમર માત્ર ૨૩ વર્ષ હતી. આ પ્રકારે તે પદક પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા અને સૌથી ઓછી ઉમર ધરવતી નાગરિક બની ગઈ. પાકિસ્તાન સરકાર તરફતી પણ તેને તમગા એ ઈન્સાનિયત થી નવાજવામાં આવી.
આંતરરાષ્ટ્રીય સ્તર પર નીરજાનું નામ હિરોઈન ઓફ હાઇજેકના નામથી મશહુર છે. વર્ષ ૨૦૦૪માં તેના સન્માનમાં ભારત સરકારે એક ટપાલ ટીકીટ પર બહાર પાડી અને અમેરિકાએ વર્ષ ૨૦૦૫માં તેણીને જસ્ટિસ ફોર ક્રાઈમ અવોર્ડ પણ આપ્યો છે.
નીરજાની સ્મૃતિમાં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ચોકનું નામકરણ કર્યું હતું જેનું ઉદઘાટન ૯૦ના દસકમાં અમિતાભ બચ્ચને કર્યું હતું. આ સિવાય તેણીની સ્મૃતિમાં એક સંસ્થા નીરજા ભનોટ પૈન એમ ન્યાયની સ્થાપના પણ થઇ હતી જે નીરજાની વીરતા ને સ્મરણ કરતા મહિલાઓના ઉત્કૃષ્ઠ સાહસ તેમજ વીરતા હેતુ પુરસ્કાર પ્રદાન કરે છે. તેણીના પરિજન દ્વારા સ્થપાયેલ આ સંસ્થા પ્રતિવર્ષ બે પુરસ્કાર પ્રદાન કરે છે જેમાંથી એક વિમાન કર્મચારીઓ ને વૈશ્વિક સ્તર પર પ્રદાન કરે છે અને બીજું પરીતોષિત ભારતમાં મહિલાઓને વિભિન્ન પ્રકારના અન્યાય અને અત્યાચારની સામે અવાજ ઉપાડવા અને સંઘર્ષ માટે આપવામાં છે.
નીરજા ભનોટના પુરસ્કાર
અશોક ચક્ર, ભારત
ફ્લાઈટ સેફ્ટી ફાઉન્ડેશન હેરોઈસ્મ એવોર્ડ, USA
જસ્ટિસ ફોર ક્રાઈમ એવોર્ડ, યુનાઇટેડ સ્ટેટ (કોલંબિયા)
વિશેષ બહાદુરી પુરસ્કાર, યુનાઇટેડ સ્ટેટ (જસ્ટિસ વિભાગ)
તમગા એ ઈન્સાનિયત, પાકિસ્તાન
Comments
Post a Comment