ભારતના મહાન ખેલાડી અને હોકીના જાદુગર - મેજર ધ્યાનચંદ
જે રીતે ફૂટબોલમાં પેલે અને ક્રિકેટમાં બ્રેડમેન ખ્યાતનામ છે તે જ રીતે ભારતના હોકીના જાદુગર અને મહાન ખેલાડી એવા મેજર ધ્યાનચંદની ઉપલબ્ધિઓ પણ આ બન્ને જેટલી જ છે. આજે આ મહાન રમતવીરની જન્મજયંતી છે. અને તેમનો જન્મદિવસ ભારતમાં ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગસ્ટ ૧૯૦૫ના રોજ ઇલાહાબાદમાં થયો હતો. તેમના બાળપણમાં રમતવીરના કોઈ વિશેષ લક્ષણ ન હતા. તેમની હોકીના રમતની પ્રતિભા જન્મજાત ન હતી. તમને પોતાની જાતે સતત સાધના, અભ્યાસ, લગન અને સંઘર્ષ અને સંકલ્પના સહારે આ પ્રતિષ્ઠા મેળવી હતી. સાધારણ શિક્ષા પ્રાપ્ત કરીને ૧૬ વર્ષની આયુમાં ૧૯૨૨માં દિલ્લીમાં પ્રથમ બ્રાહ્મણ રેજીમેન્ટમાં સેનામાં એક સાધારણ સિપાહીની હૈસિયત થી ભરતી થયા હતા. જયારે પ્રથમ બ્રામણ રેજીમેન્ટમાં ભરતી થયા ત્યારે એના મનમાં હોકીની કોઈ વિશેષ રસ ન હતો. ધ્યાનચંદને હોકી રમવામાટે પ્રેરિત કરવાનો શ્રેય રેજીમેન્ટના બીજા સુબેદાર મેજર ત્રિપાઠીને મળે છે. જો ત્રિપાઠી ધ્યાનચંદને હોકી રમવા પ્રેરત નહિ તો આજે આપની પાસે વિશ્વનો મહાન રમતવીર ન હોત. મેજર ત્રિપાઠી સ્વયં એક હોકીના ચાહક અને રમતવીર હતા. તેમની દેખ રેખ માં ધ્યાનચંદએ હોકી રમવાનું શરુ કર્યું અને જોત જોતામાં તે દુનિયાના મહાન રમતવીર બની ગયા. સાલ ૧૯૨૭માં તેમણે લાંસ નાયક બનાવી દીધા. સાલ ૧૯૩૨માં લોસ એન્જલસ જવાથી તેમણે નાયક નિયુક્ત કરવામાં આવ્યા. સાલ ૧૯૩૭માં જયારે ભારતીય હોકી દળના કેપ્ટન હતા ત્યારે તેમણે સુબેદાર બનાવી દીધા હતા. જયારે દ્રિતીય મહાયુદ્ધનો પ્રારંભ થયો તો રમતને લીધે જ તેમની બઢતી થવા લાગી. ૧૯૩૮માં તેમને વાઇસરોયના કમીશન મળ્યું અને તે સુબેદાર બની ગયા. ત્યારબાદ એક પછી એક બીજા સુબેદાર, લેફ્ટનન્ટ અને કેપ્ટન બની ગયા. તે પછી ધ્યાનચંદને મેજર બનાવી દેવામાં આવ્યા.
મેજર ધ્યાનચંદનું ખેલાડી જીવન
મેજર ધ્યાનચંદએ હોકીમાં જે સિદ્ધિ મેળવી છે તે કારણે જ તે વિશ્વના મહાન રમતવીરોમાં તેમનું નામ છે. જે પ્રકારે બોલ એમની સ્ટિકમાં ચિપકી રહેતી કે પ્રતિસ્પર્ધી ખેલાડીને કેટલીકવાર આશંકા થતી કે તેઓ જાદુઈ સ્ટિકથી રમી રહ્યા છે. ત્યાં સુધી કે હોલેન્ડમાં તેમની સ્ટિકમાં ચુંબક હોવાના આશંકાથી તેની સ્ટિક તોડીને તપાસી હતી. જાપાનમાં ધ્યાનચંદની હોકી સ્ટિકથી જે પ્રકારે બોલ ચોટેલો રહેતો તે જોઇને તેમની સ્ટિકમાં ગુંદ લાગેલ છે તેવી વાત પણ કહી હતી. ધ્યાનચંદની હોકી કલાકારીના કિસ્સા જેટલા છે તેટલા ભાગ્ય જ કિસ્સા બીજા કોઈ ખેલાડીના હોય. ઘણીવાર તો તેમની કલાકારી જોઇને હોકીના મુરીદ તો વાહ વાહ કહી ઉઠતા તો પ્રતિસ્પર્ધી ખેલાડી પણ તેમનો સુધબુધ ખોયને તેમની કલાકારીને જોવામાં મશગુલ બની જતો.
તેમની કલાકારીથી મોહિત તો જર્મનીનો રુડોલ્ફ હિટલર પણ હતો અને તેમણે ધ્યાનચંદને જર્મની તરફથી રમવાની ઓફર પણ આપી હતી પરંતુ ધ્યાનચંદ હંમેશા ભારત તરફથી રમવા માટે ગૌરવ સમજતા. વિયનામાં ધ્યાનચંદની ચાર હાથમાં ચાર હોકી સ્ટિક સાથે એક મૂર્તિ લગાવી અને દેખાડ્યું કે ધ્યાનચંદ કેટલા જબરદસ્ત ખેલાડી હતા. જ્યારે તે બ્રાહ્મણ રેજીમેન્ટમાં હતા ત્યારે મેજર બલે તિવારી હતા જે હોકીના શોખીન હતા. હોકીનો પ્રથમ પાઠ તેમના પાસેથી જ સીખ્યા હતા. સાલ ૧૯૨૨થી સાલ ૧૯૨૬ સુધી સેનામાં જ હોકી પ્રતિયોગીતામાં જ રમતા હતા.
ઓલોમ્પિક ખેલમાં ધ્યાનચંદ
એમ્સ્ટર્ડમ ઓલોમ્પિક (૧૯૨૮)
૧૯૨૮માં એમ્સ્ટર્ડમ ઓલોમ્પિક ખેલોમાં પહેલી વાર ભારતીય ટીમ ભાગ લીધો. એમ્સ્ટર્ડમમાં રમતા પહેલા ભારતીય ટીમે ઈંગ્લેંડમાં ૧૧ મેચો રમ્યા અને ત્યાં ધ્યાનચંદને વિશેષ સફળતા પ્રાપ્ત થઇ. એમ્સ્ટર્ડમમાં ભારતીય ટીમ પહેલા બધા મુકાબલા જીતી ગઈ. ૧૭ મેં ૧૯૨૮માં ઓસ્ટ્રિયા ને ૬-૦, ૧૮મેં બેલ્જિયમને ૯-૦, ૨૦ મેં ડેન્માર્કને ૫-૦, ૨૨મે ના સ્વીત્ઝરલૅન્ડને ૬-૦ તેમજ ૨૬મે ફાઈનલ મેચમાં હોલેંડને ૩-૦થી હરાવીને વિશ્વભરમાં હોકીના ચેમ્પિયન બન્યા અને ૨૯ મેંના રોજ તેમને પદક પ્રદાન કરવામાં આવ્યું. ફાઈનલમાં બે ગોલ ધ્યાનચંદે કાર્ય હતા.
લોસ એન્જલસ
૧૯૩૨માં લોસ એન્જલસમાં યોજાયેલ ઓલોમ્પિક પ્રતિયોગીતામાં પણ ધ્યાનચંદમેં ટીમમાં શામેલ કરવામાં આવ્યા હતા. તે સમયે સેંટર ફોરવર્ડના રૂપમાં ઘણી સફળતા અને શોહરત પ્રાપ્ત કરી ચુક્યા હતા. ત્યારે સેનામાં તે લાંસ નાયકમાંથી નાયક થઇ ગયા હતા. આ પ્રવાસ દરમિયાન ભારતે ઘણા મેચ રમ્યા હતા. આ બધા પ્રવાસમાં ધ્યાનચંદએ ૨૬૨માંથી ૧૦૧ ગોલ પોતે કર્યા હતા. નિર્ણાયક મેચમાં ભારતે અમેરિકાને ૨૪-૧થી હરાવ્યું હતું. ત્યારે એક અમેરિકન સમાચારપત્રએ લખ્યું હતું કે ભારતીય હોકી ટીમ તો પૂર્વથી આવેલું તુફાન હતું જેને પોતાના વેગથી અમેરિકાની ટીમના અગયાર ખેલાડીને કચડી નાખ્યા.
બર્લિન ઓલોમ્પિક (૧૯૩૬)
૧૯૩૬માં બર્લિન ઓલોમ્પિક ખેલોમાં ધ્યાનચંદને ભારતીય હોકી ટીમના કેપ્ટન નીમવામાં આવ્યા હતા. તેના પર તેને આશ્ચર્ય પ્રગટ કરીને કહ્યું હતું કે મને જરા પણ આશા ન હતી કે મને કેપ્ટન બનાવવામાં આવશે. તેમણે તેમનું દાયત્વને પૂરી ઈમાનદારીથી નિભાવ્યું. ૧૫ ઓગસ્ટના રોજ ભારત અને જર્મની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો હતો. આ ફાઈનલ ૧૪ ઓગસ્ટે રમવાનો હતો પરંતુ વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાય જવાથી રમતને એક દિવસ સ્થગિત કરવામાં આવ્યો હતો. અભ્યાસ મેચમાં જર્મનીની ટીમે ભારતની ટીમને હરાવી હતી. આ વાત બધાના મનમાં એક દમ ઘુસી ગઈ હતી. રમતના મેદાનની પરિસ્થિતિ જોઇને ખેલાડી એકદમ નીરસ થઇ ગયા હતા ત્યારે જ ટીમ મેનેજર પંકજ ગુપ્તાએ ખેલાડીને ભારતનો તિરંગો દેખાડીને લાજ તમારા હાથમાં છે તેમ કહ્યું. બધા ખેલાડીએ તિરંગાને સલામ કરી વીર સૈનિકની જેમ મેદાનમાં ઉતરી ગયા. ભારતીય ખેલાડી ખુબ જ શ્રેષ્ટ રમત રમ્યા અને જર્મનીને ૮-૧થી હરાવી હતી. તે સમયે ક્યાં ખબર હતી કે ભારત ૧૫ ઓગસ્ટે જ આઝાદ થશે.
બ્રેડમેન અને ધ્યાનચંદની મુલાકાત
ક્રિકેટમાં ડોન બ્રેડમેન મહાન છે અને એક સંયોગ છે કે જગતની આ બે હસ્તીઓનો જન્મદિવસ બે દિવસના અંતરમાં જ છે. દુનિયા ૨૭ ઓગસ્ટ ડોન બ્રેડમેન ના જન્મદિવસને ઉજવે છે જયારે ૨૯ ઓગસ્ટ ધ્યાનચંદને નમન કરે છે. ભારતનો ખેલ દિવસ ૨૯ ઓગસ્ટ એટલે કે ધ્યાનચંદના જન્મદિવસ નિમિતે રાખવામાં આવ્યો છે. બ્રેડમેન અને ધ્યાનચંદ પોતપોતાની રમતમાં માહિર હતા અને આ બન્ને હસ્તી ફક્ત એક જ વાર મળ્યા હતા. ૧૯૩૫માં જયારે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી તે સમયે ભારતનો એક મેચ એડિલેડમાં હતો અને ત્યાં બ્રેડમેન રમવા માટે આવ્યા હતા. બ્રેડમેન અને ધ્યાનચંદ ત્યારે એક બીજા સાથે મળ્યા હતા. બ્રેડમેને હોકી કે જાદુગરના વિષે ટિપ્પણી કરીને કહ્યું હતું કે તે એવી રીતે ગોલ કરે છે જે રીતે ક્રિકેટમાં રન કરતા હોય. ધ્યાનચંદ દીવાના હિટલર પણ હતા અને જર્મનીના હોકી પ્રેમીના દિલોદિમાગમાં પણ ધ્યાનચંદ છવાય ગયા હતા.
મેજર ધ્યાનચંદને સન્માન
તેમને ૧૯૭૬માં ભારતનો પ્રતિષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા.
મેજર ધ્યાનચંદએ આંતરરાષ્ટ્રીય મેંચોમાં તેમણે ૪૦૦થી પણ વધારે ગોલ કર્યા છે. અને અપ્રેલ ૧૯૪૯માં તેને પ્રથમ કક્ષાની હોકી ખેલમાંથી સંન્યાસ લઇ લીધો હતો.
જાદુગર મેજર ધ્યાનચંદ વિષે રોચક તથ્ય
મેજર ધ્યાનચંદ તેજીથી ગોલ કરવા માટે તેમજ ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર તરીકે ઓળખાય છે.
ધ્યાનચંદનું અસલ નામ ધ્યાનસિંહ હતું પરંતુ તે રાતના ચંદ્રમાંની રોશનીમાં પ્રેક્ટિસ કરતા તેથી સાથીઓએ તેમના નામની પાછળ ચંદ લગાવી દીધું.
એક વાર મેજર સાહેબે જયારે શોટ માર્યો તો તે પોલ પર લાગ્યો તો તેમણે રેફરીને કહ્યું કે ગોલ પોસ્ટની પહોળાઈ ઓછી છે જયારે ગોલપોસ્ટની પહોળાઈ માપી તો બધા હેરાન થઇ ગયા કારણકે ખરેખર પહોળાઈ ઓછી હતી.
૧૯૩૬માં જર્મનના ગોલકીપરે ધ્યાનચંદને જાણીજોઈને નીચે પડ્યા હતા જેનાથી મેજરનો એક દાંત તૂટી ગયો હતો.
ભારતના આ વીરપુરુષ ને ભારત રત્ન આપવો જ જોઈએ તેવી વાત વારંવાર થઇ છે તેમ છતાં ધ્યાનચંદ ભારતરત્નથી વંચિત છે. જોકે તે ભારતના મહાન રત્ન હતા છે અને રહેશે.
માહિતીપ્રદ લેખ.. સુંદર
ReplyDelete