ભારતના મહાન ખેલાડી અને હોકીના જાદુગર - મેજર ધ્યાનચંદ
જે રીતે ફૂટબોલમાં પેલે અને ક્રિકેટમાં બ્રેડમેન ખ્યાતનામ છે તે જ રીતે ભારતના હોકીના જાદુગર અને મહાન ખેલાડી એવા મેજર ધ્યાનચંદની ઉપલબ્ધિઓ પણ આ બન્ને જેટલી જ છે. આજે આ મહાન રમતવીરની જન્મજયંતી છે. અને તેમનો જન્મદિવસ ભારતમાં ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગસ્ટ ૧૯૦૫ના રોજ ઇલાહાબાદમાં થયો હતો. તેમના બાળપણમાં રમતવીરના કોઈ વિશેષ લક્ષણ ન હતા. તેમની હોકીના રમતની પ્રતિભા જન્મજાત ન હતી. તમને પોતાની જાતે સતત સાધના, અભ્યાસ, લગન અને સંઘર્ષ અને સંકલ્પના સહારે આ પ્રતિષ્ઠા મેળવી હતી. સાધારણ શિક્ષા પ્રાપ્ત કરીને ૧૬ વર્ષની આયુમાં ૧૯૨૨માં દિલ્લીમાં પ્રથમ બ્રાહ્મણ રેજીમેન્ટમાં સેનામાં એક સાધારણ સિપાહીની હૈસિયત થી ભરતી થયા હતા. જયારે પ્રથમ બ્રામણ રેજીમેન્ટમાં ભરતી થયા ત્યારે એના મનમાં હોકીની કોઈ વિશેષ રસ ન હતો. ધ્યાનચંદને હોકી રમવામાટે પ્રેરિત કરવાનો શ્રેય રેજીમેન્ટના બીજા સુબેદાર મેજર ત્રિપાઠીને મળે છે. જો ત્રિપાઠી ધ્યાનચંદને હોકી રમવા પ્રેરત નહિ તો આજે આપની પાસે વિશ્વનો મહાન રમતવીર ન હોત. મેજર ત્રિપાઠી સ્વયં એક હોકીના ચાહક અને રમતવીર હતા. તેમની દેખ રેખ માં ધ્યાનચંદએ હોકી રમવ...