ISROના નવા ચેરમેન બન્યા કે સિવાન, કિરણ કુમારની જગ્યા લેશે સિવાન.

ભારત સરકારે અંતરિક્ષ અનુસંધાન સંસ્થાના નવા ચેરમેનના રૂપમાં મશહૂર વૈજ્ઞાનિક અને હાલમાં જ 104 સેટેલાઇટ લૌચમાં પ્રમુખ ભૂમિકા નિભાવવાળા કે સિવાનને નિયુક્ત કરવામાં આવ્યા છે. કે સિવાન એ એસ કિરણ કુમારનું સ્થાન લેશે. કેન્દ્રીય કેબિનેટની નિયુક્ત સમિતિએ તેમના નામની મંજૂરી આપી હતી. 


ભારત સરકારની કાર્મિક અને પરિક્ષણ મંત્રાલયે સિવાનને આગલા ત્રણ વર્ષ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના સેક્રેટરી અને સ્પેસ કમિશનના ચેરમેન પણ બનાવ્યા છે. વર્તમાનમાં સિવાન વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટરના ડાયરેક્ટર છે.



કે સિવાને વર્ષ 1980માં મદ્રાસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી માંથી ઍરૉનૉટિકલ ઇન્જીનિયરિંગમાં સ્નાતક કર્યું છે. આઈ આઈ ટી મુંબઈથી તેમણે વર્ષ 2006માં ઍરોસ્પેસ ઇન્જીનિયરિંગમાં પીએચડી પુરી કરી હતી. 



સિવાન વર્ષ 1982માં ઈસરોમાં આવ્યા અને પીએસએલવી પરિયોજના ઉપર તેમણે કામ કર્યું. તેમેણે એંડ તું એંડ મિશન પ્લાનિંગ, મિશન ડિજાઇન અને મિશન ઇન્ટિગ્રેશન એંડ એનાલિસિસમાં ઘણું યોગદાન આપ્યું છે. 

એવોર્ડસ :
શ્રી હરિ ઓમ આશ્રમ પ્રેરિત ડૉ. વિક્રમ સારાભાઈ રિસેર્ચ એવોર્ડ 1999માં. 
ઈસરો મેરીટ એવોર્ડ 2007માં.
ડો. બીરેન રોય સ્પેસ સાયન્સ એવોર્ડ 2011માં. 
ડીસ્ટીગ્યુસ્ડ એલ્મનુસ એવોર્ડ 2013 ચિન્નાઈ
તેને સથયાબામાં યુનિવર્સિટી ચિન્નાઈએ 2014માં ડૉક્ટર ઓફ સાયન્સની પદવી એનાયત કરી હતી.

Comments

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ