ભારતમાં સાક્ષરતા કરતા સાચા શિક્ષણની જરૂર છે.


ભારત દેશમાં દર દસ વર્ષે સરકાર વસ્તી ગણતરી કરાવે છે જેમાં જુદી જુદી વિગતોથી સરકારી આંકડાઓ જાહેર કરે છે તેમાં દર વખતે સાક્ષરતાનો આંકડો જાહેર કરતા હોય છે પણ સાક્ષરતા અને શિક્ષણ બંને અલગ જ બાબત છે તે લોકોએ સમજવું જોઈએ. સાક્ષરતાનું પ્રમાણ વધ્યું હોય એટલે જરૂરી નથી કે ત્યાં સિક્ષણનું પ્રમાણ વધ્યું હોય પણ ફક્ત સાક્ષરતાથી જે લોકો પહેલા વાંચી લખી શકતા ન હતા તે વાંચી તેમજ લખી શકે છે જયારે સાચું શિક્ષણ સામાજિક વ્યવહારની સમજણ તેમજ વિકસિત થઇ રહેલા દેશમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણા દેશમાં હજુ કેટલાય ગામો એવા છે કે જ્યાં હજુ પ્રાથમિક શાળા નથી તેમજ પ્રાથમિક સુવિધા નથી કે બાળકો ત્યાં સામાન્ય શિક્ષણ પણ લઇ શકે. સરકારની સાથે લોકોએ પણ સહિયારો સાથ આપવો જોઈએ. આપણે ગ્રામીણ વિસ્તારના લોકોની રહેણી કહેણી શહેર કરતા તદ્દન જુદી જ હોય છે. આજે પણ સરકારની કોઈ વાત જો ગ્રામ્ય વિસ્તાર સુધી પોહચાડી હોય તો ઘરે ઘરે જઈને લોકોને સમજાવા જવું પડે છે. ભારત દેશમાં શિક્ષણની સાથે ભાષાકીય પણ અલગતા જોવા મળે છે.

શિક્ષણમાં ધરખમ ફેરફાર કરવા જોઈએ.........

આજે સ્થિતિ એ છે કે ભારત દેશમાં જુદા જુદા રાજ્યોમાં શિક્ષણની સ્વાયતતા ને કારણે દેશમાં એક શિક્ષણ પ્રણાલી નથી. દરેક રાજ્યના દરેક ગામમાં એક શિક્ષણ સંસ્થા હોવી જ જોઈએ. કેટલાક લોકોનો માટે એવો છે કે જો દેશનું શિક્ષણ એક કરવામાં આવે તો માતૃ ભાષા ભુલાય જ જાય પણ એક દેશ એક ટેક્સ એમ એક દેશ એક શિક્ષણ હોવું જોઈએ તેમ મારુ માનવું છે. એના માટે દરેક રાજ્ય પોતાની ભાષામાં જ બધા વિષયો ભણાવે પરંતુ બધાના સિલેબસ સરખા રાખવાના જેથી કોઈ રાજ્ય આગળ કે કોઈ પાછળ ન રહી જાય.

મફત તેમજ ફરિજયાત શિક્ષણને પ્રોત્સહન આપવું જોઈએ.........

આજે શહેરમાં તો શિક્ષણ નામે શેરીએ તેમજ ચોકે ચોકે હાટડા ખુલ્યા છે કોઈ નીતિ નિયમ વગર સ્કુલ બની જાય છે અને જેમ ફાવે એમ ફી લઇ લે છે ત્યારે ગામડાના બાળકોને હજુ પ્રાથમિક શિક્ષણ લેવા સરકારી શાળા સિવાય વિકલ્પ ઉપલબ્ધ નથી. જો કે ગુજરાત તેમજ બીજા અન્ય રાજ્યમાં ગ્રામ્યમાં પણ સરકારી સ્કુલનો વિકાસ ઘણો ખરો થયો છે. સરકારની જે નીતિ છે મફત અને ફરજીયાત શિક્ષણ તેને વધુમાં વધુ પ્રોત્સાહન આપવું જોઈએ.

શિક્ષણના નામે બાળકોનું બાળપણ છીનવાય છે......

આજે એક નવો ચિલ્લો શહેરમાં અને કેટલાકે ગામડામાં ચાલ્યો છે કે બાળક બે વર્ષનો થાય એટલે તેને પ્લે હાઉસમાં ભણવાના નામે માં બાપ એડમિશન લઇ લે છે શું તે કેટલા ટકા વ્યાજબી છે ભોળા બાળકો રમવાની ઉંમરમાં શિક્ષણ નામની દુકાનમાં મુકવામાં આવે છે. આપણા માતા પિતા એ જો આમ કર્યું હોય તો ? માતા પિતા જો તેમના સંતાન પર પૂરતું ધ્યાન આપે તો એક થી છ વર્ષ સુધી કોઈ પ્લે હાઉસની દુકાનમાં જવાની જરૂર નથી.

પ્રાથિમક શિક્ષણની સાથે વ્યવારું શિક્ષણ। ..........

આજે રસ્તા ઉપર કઈ રીતે સ્કુટર ચલાવવું તેમજ ક્યાં થુંકવું જોઈએ ક્યાં મોટા અવાજે ન બોલવું જોઈએ તેવું પાયાનું જ્ઞાન જ જતું રહ્યું છે. જ્યાં જેમ ફાવે તેમ રહો કોઈને કોઈ બીક નથી. સરકાર લોકોને હેલ્મેટ પહેરવાનું કહે છે પણ લોકોને એ વાત ગળે નથી ઉતરતી. ટ્રાફિકનું ચુસ્ત પાલન કરવું જોઈએ પણ નથી થતું. વિદેશમાં બાળક જયારે સાયકલ ચલાવતું હોય ત્યારથી જ હેલ્મેટ તેમજ બીજી બાબતોનું જ્ઞાન આપવાનું શરુ કરી આપે છે. આપણે ત્યાં શાળામાં સાચા શિક્ષણનો અભાવ જોવા મળે છે અને માતા પિતાને પોતાના સંતાન કેટલા માર્ક તેમજ કેટલા ટકા સાથે ઉત્તરણી થયો તેમાં જ રસ છે. જો બાળકને સાચું તેમજ યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો દેશ વિકાસ તરફ ગતિ કરે.

આપણે આશા રાખીયે કે આવતા વર્ષોમાં સરકારની સાથે આપણે પણ બદલીયે અને ફક્ત સાક્ષરના જ નહિ પણ સાચું શિક્ષણ મળે તેવા પ્રયોગ થાય. ઘરના વાતારવણ માં થોડોક બદલાવ લાવી અને પોતાના બાળકોને યોગ્ય અને સાચા ખોટાનો યોગ્ય ખ્યાલ આપીયે. કોઈ પણ દેશ શિક્ષણ વગર આગળ વધ્યો નથી.

Comments

Popular posts from this blog

ભારતના શિક્ષકમાંથી બનેલા રાષ્ટ્રપતિ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

ભારતના રાજ્ય અને રાજધાની તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ