આજે ક્રાંતિકારી નેતાજી સુભાષ ચંદ્ર બોસ ની 121મી જન્મજ્યંતિ......
નેતાજી સુભાષ ચંદ્ર બોસનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઉડ઼ીસાના કટકમાં થયો હતો. નેતાજીનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો. નેતાજી બોસના પિતા જાનકીનાથ કટકના મશહૂર વકીલ હતા અને તેમની માતાનું નામ પ્રભાવતી હતું. સુભાષ ચંદ્ર બોસ અને તેમના ભાઈ બહેન થઈને તેમના માતા પિતા ને કુલ 14 સંતાનો હતા. સુભાષ ચંદ્ર તેમના માતા પિતાના નાવમાં સંતાન હતા. નેતાજી બોસ આપણા દેશને ખુબ જ પ્રેમ કરતા હતા અને એમની જિંદગી દેશ માટે સમર્પિત કરી દીધી હતી.
નેતાજીની પ્રારંભિક શિક્ષણ કટકના રેવેશૉવ કોલેજિયેટ સ્કુલમાં થયું હતું. ત્યાર બાદ કલકતાની પ્રેસિડેંસી કોલેજ અને સ્કોટિશ ચર્ચ કોલેજ માંથી કરી અને ત્યારપછી ભારતીય પ્રશાસનિક સેવાની તૈયારી માટે નેતાજી બોસ ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા હતા. તે સમયે સિવિલ સર્વિસની પરીક્ષામાં નેતાજી બોસને ચોથું સ્થાન પ્રાપ્ત થયું હતું. 1921માં ભારત દેશની આઝાદી માટે વધતી રાજનીતિક ગતિવિધિયાના સમાચાર જાણીને નેતાજી ભારત પરત આવ્યા.
સિવિલ સર્વિસ પછી તે ભારતીય કોંગ્રેસની સાથે જોડાય ગયા હતા. સુભાષ ચંદ્ર બોસ મહાત્મા ગાંધીના અહિંસવાદી વિચારોથી સહમત ન હતા. નેતાજી ક્રાંતિકારી દાળમાં પ્રિય હતા. મહાત્મા ગાંધી અને નેતાજી બોસના વિચારો અલગ અલગ હોવા છતાં તે બંનેનું લક્ષ્ય એક જ હતું અને તે દેશની આઝાદીનું હતું. મહાત્મા ગાંધીને સૌથી પહેલા નેતાજી બોસે જ રાષ્ટ્રપિતા કહીને સંબોધિત કર્યું હતું. 1938માં બોસને રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ નિર્વાચિત કર્યા હતા. તેમની નીતિ ગાંધીજીના વિચારોથી એકદમ અલગ હતી, પણ 1939માં ફરી ચૂંટણીમાં ગાંધી વિચારવાળા પ્રતિસ્પર્ધીને હરાવીને તે ફરીતી વિજય થયા હતા. ગાંધીજીનો સતત વિરોધ જોઈને તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો.
નેતાજી બોસનું માનવું હતું કે અંગ્રેજોના દુશ્મન સાથે સાથ મેળવીને આઝાદી પ્રાપ્ત થઇ શકે છે. તેમના વિચારોને જોઈને અંગ્રેજ સરકારે કલકતામાં નજરબંધ કરી દીધા હતા પરંતુ તે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. 1933થી લઈને 1936 સુધી યુરોપમાં રહ્યા અને તેમણે જાણ્યું કે જર્મનીમાં હિટલરનું નિશાન ઇંગ્લેન્ડ હતું અને હિટલરમાં દોસ્તી નજર આવી. નેતાજીનું માનવું હતું કે સ્વત્રંતા હાસિલ કરવા માટે રાજનીતિક ગતિવિધિઓ સાથે કૂટનીતિક અને સૈન્ય બળની પણ આવશ્યકતા પણ જરૂરી છે.
નેતાજી સુભાષ ચંદ્ર બોસે 1937માં તેમની સેક્રેટરી અને ઓસ્ટ્રિયન યુવતી એમિલી સાથે વિવાહ કર્યો હતો અને ત્યારબાદ તેમણે હિટલર ની સાથે મળીને અંગ્રેજ હુકુમતની સામે કામ કર્યું હતું. તે પછી સિંગાપુરમાં તેમણે કેપ્ટન મોહન સિંહ દ્વારા સ્થાપિત આઝાદ હિન્દની કમાન સંભાળી લીધી હતી અને મહિલાઓ માટે રાની ઝાંસી રેજિમેંટનું પણ ગઠન કર્યું અને લક્ષ્મી સેહગલ તેની કેપ્ટન બની હતી. ભારતને સ્વતંત્ર કરવાનો ઉદેશથી 21 ઓક્ટોમ્બર 1943માં તેમણે આઝાદ હિન્દ સરકારની સ્થાપના કરી અને આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. 4 જુલાઈ 1944ના બર્મામાં તેમણે પોતાનો પ્રસિદ્ધ નારો તુમ મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દૂંગા આપ્યો. 18 ઓગસ્ટ 1945ના એક હવાઈ દુર્ઘટનામાં તેમની મૃત્યુ થઇ હતી.
Comments
Post a Comment