ટેનિસમાં 20 ગ્રાન્ડ સ્લેમ જીતીને રોજર ફેડરર બન્યો મહાનાયક......
સ્વિત્ઝરલેન્ડના ટેનિસના રમતવીર રોજર ફેડરરે ઇતિહાસમાં પોતાનું નામ સવર્ણ અક્ષરે લખાવી નાખ્યું છે. 36 વર્ષના ફેડરરે રવિવારના ઓસ્ટ્રલિયન ઓપનમાં પુરુષ સિંગલ્સમાં મારિન સિલિચને પાંચ સેટોના મોટા મુકાબલામાં માત આપીને કરિયરનો 20મોં ગ્રાન્ડ સ્લેમ જીતીને ટેનિસની રમતના મહાનાયક બની ગયો છે.
ફેડરરે ફાઇનલમાં સિલિચને 6-2,6-7(5),6-3,3-6 અને 6-1 થી માત આપીને ઓસ્ટ્રલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ સાથે જ ફેડરર સ્પેશલ ક્લ્બમાં શામિલ થઇ ગયો હતો. હવે તે માર્ગરેટ કોર્ટ, સેરેના વિલિયમ્સ અને સ્ટેફી ગ્રાફની બરાબરી શામિલ થઇ ગયો છે, જેમણે 20 કે તેથી વધુ મેજર ખિતાબ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે રોજર ફેડરર વિશ્વનો પ્રથમ પુરુષ રમતવીર છે જેણે 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે.
રોજર ફેડરરની 15 રોચક વાત........
રોજર ફેડરરનો જન્મ 8 ઓગસ્ટ 1981માં સ્વિત્ઝરલેન્ડના બસેલ શહેરમાં થયો હતો. રોજર ફેડરર નાનપણથી જ ટેનિસમાં ખાસ રુચિ રાખતો હતો. ટેનિસ ઉપરાંત રોજર ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ પણ રમતો હતો.
રોજરે પોતાનો સમય વધુમાં વધુ રમતની દુનિયામાં દેવા માટે 16વર્ષની જ ઉંમરમાં ભણવાનું છોડી દીધું હતું. સાલ 1998માં રોજર ફેડરરે જુનિયર વિમ્બલડન જીતી હતી. સાલ 1999માં પહેલી વાર રોજર ફેડરરનું નામ વિશ્વના ટોપ 100 ટેનિસ પ્લેયરની સૂચિમાં આવ્યું હતું.
86 સિંગલ ટાઇટલ વિજય, 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ખિતાબ અને પોતાની પરફેક્ટ રમતની શૈલીથી રોજર ફેડરર આજ સુધી ટેનિસના મહાનતમ ખેલાડી માનવામાં આવે છે. વિશ્વના લગભગ તમામ ભૂતપૂર્વ અને વર્તમાન ટોપ ટેનિસ ખેલાડી કોચ તેમને આજ સુધીના સર્વશ્રેષ્ઠ ખેલાડી માને છે.
1999માં રોજરે પોતાનો પહેલો ટાઇટલ સ્પેનમાં ચેલેન્જર ટુરમાં ડબલ્સ ફાઇનલ જીતીને મેળવ્યો હતો. સાલ 2001માં રોજર ફેડરરને પોતાની પહેલી સિંગલ ટાઇટલ જીત મિલાન ઈંડોર ટુર્નામેન્ટમાં મળી હતી.
2001માં વિમ્બલડનના ચોથા રાઉન્ડમાં રોજર ફેડરરે શીર્ષ ખેલાડી પીટ સમ્પ્રાસને હરાવીને સનસની ફેલાવી દીધી હતી. તેના બે વર્ષ પછી 2003માં રોજર ફેડરર વિમ્બલડનના ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતવાવાળો પહેલો સ્વિસ ખેલાડી બન્યો હતો.
14 વર્ષ સુધી રોજર સંપૂર્ણ શાકાહારી હતો ત્યારબાદ તેણે પોતાનું ધ્યાન નોન વેજ ફૂડ તરફ કર્યું અને તે નોન વેજ ખાવા લાગ્યો. 2009માં રોજર ફેડરરે પૂર્વ ટેનિસ ખેલાડી મિર્કા વાવ્રિનેક સાથે પ્રભુતાના પગલાં પાડ્યા હતા. આ લગ્ન બાદ તેને બે વખત જુડવા બાળકો થયા હતા. પહેલા માયલા રોજ અને શાર્લેન નામની છોકરીઓ અને ત્યારબાદ લિયો અને લેન્નાર્ટ નામના જુડવા છોકરા થયા હતા.
રોજર માટે સાલ 2006નું વર્ષ સૌથી સફળ વર્ષ રહ્યું હતું. આ વર્ષમાં તેણે 12 સિંગલ ટાઇટલ જીત્યા હતા. તેમનું સૌથી ખરાબ વર્ષ 2013નુ રહ્યું હતું કેમકે આ વર્ષમાં રોજરે ફક્ત 1 જ ટાઇટલ જીત્યું હતું.
રોજર ફેડરર યુનિસેફ સંસ્થાનો બ્રાન્ડ એમ્બેસડર છે રોજરે પોતાની ફાઉન્ડેશન રોજર ફેડરર નામની એનજીઓ પણ ચલાવે છે જે પ્રાકૃતિક આપત્તિ વખતે ભોજન, દવા તેમજ અન્ય સામગ્રીનો સહુલત પુરી પાડે છે.
રોજર ફેડરરનું નામ દુનિયાના સૌથી વધુ આમિર ખેલાડીમાં આવે છે. રોજર ફેડરરની નેટ આવક 320 મિલિયન (2060 કરોડ રૂપિયા ) છે. રોજર ફેડરર ફોર્બ્સની દુનિયાના સૌથી વધુ કમાતા ખેલાડીમાં 4થા ક્રમે છે.
રોજર ફેડરરના રોલ મોડલ પૂર્વ ટેનિસ ખેલાડી બોરિસ બેકર અને સ્ટેફન એડબર્ગ છે. ફેડરર અંગ્રેજી ઉપરાંત જર્મન, ફ્રેન્ચ અને સ્વિસ પણ બોલી શકે છે.
રોજર ફેડરર એકમાત્ર ખેલાડી છે જે સર્વાધિક 302 અઠવાડિયા સુધી નંબર વનના સ્થાન પર રહ્યો હતો. રોજર ફેડરર અને રાફેલ નડાલની પ્રતિસ્પર્ધા 2004થી શરુ થઇ હતી. આ પ્રતિસ્પર્ધાથી બન્ને ખેલાડીના ખેલમાં પરિવર્તન આવ્યું છે. તેમના વચ્ચે કુલ 33 મેચોમાં નડાલે 23 મેચ જીત્યા અને રોજરે 10 મેચ. રોજર ફેડરર અને નોવાક જોકોવિચ સાથે 39 મેચ રમ્યો છે. જેમાંથી 20 રોજર અને 19 નોવાકે જીત્યા છે. આજ રીતે એંડી મરે અને રોજર ફેડરરે કુલ 23 મેચ રમ્યા છે. જેમાં રોજર 12 અને એંડી 11 મેચ જીત્યો છે.
18 વર્ષના લાંબા કરિયરમાં રોજર ક્યારેય કોઈપણ કારણે મેચ વચ્ચે અધૂરી મૂકીને છોડી નથી એનાથી રોજર ફેડરરની ઈમાનદારી અને રમતની પ્રતિબદ્ધતાનો ખ્યાલ આવે છે. અને તેના જ કારણે તે વિશ્વમાં એક મહાન ખેલાડીના રૂપમાં જોવામાં આવે છે.
Comments
Post a Comment