આજ ભારતીય લેખિકા અને કવિયત્રી કમલાદાસની ગૂગલે ડુડલ બનાવીને યાદ કર્યા.
આજે ગૂગળ ડુગલના મુખ્ય પુષ્ઠ પર હાથમાં એક પેન અને કાગળ પકળેલી નારીની ઝલક દેખાય છે. તે નારીનું નામ છે કમલાદાસ છે. કમલાદાસ ભારતીય લેખિકા તેમજ કવિયત્રી હતી. કમલાદાસનો જન્મ તો હિન્દૂ પરિવારમાં થયો હતો પરંતુ 68માં વર્ષે તેમણે ઇસ્લામ કબૂલ કર્યું હતું અને ત્યારથી તેમને કમલા સુરૈયાના નામથી જાણતા હતા. કમલાદાસનો જન્મ 31માર્ચના રોજ કેરળના ત્રિચુરમાં 1934માં થયો હતો. મશહૂર અખબાર માતૃભૂમિના કાર્યકારી સંપાદક બીએમ નાયર અને નાલાપત બલમાની અમ્માના ઘરે એમનો જન્મ થયો હતો. બલમાની અમ્મા પણ મલયાલી કવિયત્રી હતી. દાસનું બાળપણ કલકત્તામાં વીત્યું હતું. તેમના પિતા વોલફોર્ડ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા. દાસે પણ તેમની માતાની જેમ લખવાનું શરુ કર્યું. તેમના કાકા નાલાપત નારાયણ મેનન પણ પ્રસિદ્ધ લેખક હતા જેમની અસર કમલાદાસ પણ પડી હતી. કવિતા પ્રત્યે દાસનું આર્કષણ એટલું વધ્યું કે નાની ઉંમર થી જ તેમણે લખવાનું શરૂ કરી દીધું હતું. 15વર્ષની ઉમ્રમાં જ દાસના લગ્ન માધવ દાસ સાથે કરવામાં આવ્યા હતા જે વ્યવવસાયે બેંકર હતા. તેમના પતિએ લખવા માટે પ્રેરિત કાર્ય અને આગળ જતા તેમની રચના...