Posts

Showing posts from November, 2017

આંતરાષ્ટ્રીય અદાલતમાં ભારતને સૌથી મોટી કામયાબી આપવવાળા દલવીર ભંડારી વિષે જાણો આ ખાસ વાત.

ભારતના જસ્ટિસ દલવીર ભંડારીને ઇન્ટરનૅશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સૌથી મોટી જીત મેળવી લીધી છે. આ સાથે જ તે બીજી વાર આંતરાષ્ટ્રીય અદાલતના જજ બની ગયા છે. ભંડારીની સામે બ્રિટેનના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રીનવુડ હતા. દલવીર ભંડારીને જનરલ એસેમ્બલીમાં 183 મત મળ્યા હતા જયારે સિક્યોરિટી કાઉન્સિલમાં જસ્ટિસ ભંડારીને 15 મત મળ્યા હતા. આઇસીજેની છેલ્લી સીટ માટે મતદાન 20 નવેમ્બરની રાત ના આંતરાષ્ટ્રીય ન્યાયાલયમાં આયોજન કરાયું હતું. વર્ષ 1945માં સ્થપાયેલી આઈસીજેમાં આવું પહેલી વાર બન્યું હતું કે કોઈ બ્રિટિશ ન્યાયાધીશ નહિ હોય. જાણો જસ્ટિસ દલવીર ભંડારીની કેટલીક ખાસ વાત : 1. દલવીર ભંડારી ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ હતા. તેમનો જન્મ 1 ઓક્ટોમ્બર 1947માં રાજસ્થાનના જોધપુરમાં થયો હતો.  2. દલવીર ભંડારીના પિતા અને દાદા રાજસ્થાન બાર એસોસીએસનના સદસ્ય હતા. જોધપુર વિશ્વવિદ્યાલયમાંથી તેમેણે વકીલાતનો  અભ્યાસ કર્યો ત્યાર પછી એમણે રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરી.  3. વર્ષ 1991માં ભંડારી દિલ્હી આવી ગયા અને દિલ્હીમાં જ વકાલત કરવા લાગ્યા. ઓક્ટોમ્બર 2005માં તે મુંબઈ ઉચ્ચ ન્યાયા...

મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનું જીવન પરિચય.

ચીનના સન્યામાં આયોજિત મિસ વર્લ્ડ 2017ના પ્રતિયોગિતામાં ભારતની માનુષી છિલ્લરે જીતીને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. માનુષી ભારતના હરિયાણા રાજ્યની છે. તેણે આ વર્ષે જ ફેમિના મિસ ઇન્ડિયા 2017નો ખિતાબ જીત્યો હતો. આજે તે દેશની છઠ્ઠી મિસ વર્લ્ડના રૂપમાં પોતાનું નામ ઇતિહાસના પન્નોમાં લખાવી દીધુ.  માનુષીની ઉમર વીસ વર્ષ છે અને તે એક મેડિકલની છાત્રા છે. આ એક ખુબ જ પ્રતિભાશાળી માતા પિતાની સંતાન છે જેના જીવનમાં શિક્ષાની અલગ જ પહેચાન રહી છે. તેમ છતા માનુષીએ મૉડલિંગ તેમજ કુશળ ડાન્સર પણ છે. તેમણે કુચીપુડી નૃત્યની તાલિમ  પણ લીધી છે. આ તાલિમ પ્રસિદ્ધ રાજા રેડ્ડી, કૌશલ્યા રેડ્ડી પાસેથી પ્રાપ્ત કરી છે.   માનુષી નો જન્મ 14 મેં 1997ના રોજ  સોનીપત હરિયાણામાં થયો હતો. તેમના પિતાનું નામ મિત્રા તેમજ માતાનું નામ નીલમ છે પિતા એક સાયન્ટિસ્ટ જે ડિફેન્સ રિસેર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઝેસન કામ કરે છે  તેમજ માતા આસિસ્ટન્ટ પ્રોફેસર છે. માનુષી સેન્ટ થોમસ સ્કુલ નવી દિલ્હીમાં ભણી છે તેમજ હાલ તે ભગત ફૂલ સિંહ ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરે છે.  મિસ વર્લ્ડ 20...

લોકશાહીમાં લોકોએ મત આપવો જ જોઈએ.

હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક લોકોએ પોતાનો મત જરૂર આપવો જોઈએ. ભારતએ દુનિયાની સૌથી મોટી અને મજબૂત લોકશાહી ધરાવતો દેશ છે. ઘણા લોકો હજુ પણ એવું કહેતા હોય છે કે આપણે શા કારણે મત આપવો જોઈએ મત આપવાથી શો ફાયદો?  ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધ્યું છે પરંતુ લોકો હજુ પણ મતપેટી સુધી જતા અચકાય છે. સાક્ષરતા વધે એટલે એમ નો સમજવું કે લોકોને દરેક બાબતોનું જ્ઞાન આવી ગયું છે. હજુ પણ પછાત વિસ્તાર છે જ્યાં લોકોને મત માટે જાગૃત કરવા પડે છે યુવાઓમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે તે કાબિલે તારીફ છે દરેક સમાજના લોકોએ મત આપવો જોઈએ. ગ્રામ્યમાં અને શહેરો માં મત ની ટકાવારીમાં ઘણો અંતર રહે છે. એક વર્ગ એવો પણ છે જે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતો હોય છે તેને વહેલી સવારે ઉઠીને મતદાન મથકે પોંહચવું પડે છે જયારે અમુક લોકો આળસ કરી ને મત દેવા જતા નથી. મતની ટકાવારી વધવી જોઈએ એના બદલે ઘટી રહી છે. ગયા વિધાનસભાની ચૂંટણીમાં પણ એવરેજ મતદાન થયું હતું તે દેખાડે છે કે હજુ પણ મતદારો મત આપવા માટે એટલા ઉત્સાહિત નથી. દરેક રાજકીય પક્ષોએ પણ પોતાના પ્રચાર દરમિયાન મત માટે પણ લોકોને જાગૃત કરવા જોઈએ જેથી વધુ ને વધુ લ...

આજે સિનેમા જગતના પિતામહ રાજારામ વાનકુદરે શાંતારામની ૧૧૬મી જન્મજયંતી.

આજે ભારતના સિનેમા જગતના પિતામહ તરીકે જાણીતા વી શાંતારામની આજે ૧૧૬મી જન્મજયંતી છે. આ તકે ગુગલે એક ખાસ ડૂડલ બનાવીને તેમને સમર્પિત કર્યો હતો. વી શાંતારામનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૦૧માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો. વી શાંતારામનું મૂળ નામ રાજારામ વાનકુદરે શાંતારામ હતું. આર્થિક સ્થિતિ સારી નો હોવાને કારણે તેમણે તેમનું શિક્ષણ વચ્ચેથી જ છોડવી પડી હતી. તેમને નાનપણથી જ ફિલ્મો પ્રત્યે લગાવ હતો અને તે ફિલ્મકાર બનવા માંગતા હતા. વર્ષ ૧૯૨૦માં શરૂઆતી દિવસોમાં શાંતારામ બાબુ રાવ પેંટરની મહારાષ્ટ્ર કંપની સાથે જોડાણા ત્યારબાદ તેમણે ફિલ્મ નિર્માણની નાની બાબતોની જાણકારી મેળવી હતી.  શાંતારામ તેમના કરિયરની  શરૂઆત વર્ષ ૧૯૨૧માં આવી મુક ફિલ્મ સુરેખ હરણથી કરી હતી. આ ફિલ્મમાં એમને એક અભિનેતાનો રોલ કરવા મળ્યો હતો. વર્ષ ૧૯૨૯માં એમણે પ્રભાત કંપની ફિલ્મ્સની સ્થાપના કરી હતી. પ્રભાત કંપનીના બેનર હેઠળ વી શાંતારામે ગોપાલ કૃષ્ણા, ખૂની ખંજર, રાની સાહિબા અને ઉદયકાલ જેવી ફિલ્મોને નિર્દેશિત કરી હતી. તેમણે નામ માત્રની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે ૧૨ વર્ષની ઉમરમાં રેલ્વે વર્કશોપમાં અપ્રેટીસ તરીકે કાર્ય કરું...