People, Petrol and Government.
પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધે છે લોકોને રોજ વધતા ભાવથી તકલીફ પડે છે. સરકાર તો આવી જ છે ને તેવી જ છે સરકાર લુટે છે વગેરે વગેરે. ગઈ કાલની મેં જે જોયું એ કદાચ તમે પણ જોયું હશે જ. હું કાલે મારી શોપથી ઘરે જવા નીકળ્યો ત્યારે નાના માવા સર્કલે ભયંકર ટ્રાફિક જામ હતો લગભગ પોણી કલાક ઉભું રહ્વું પડ્યું. હું દરોરોજ ટ્રાફિક સિગ્નલ પર મારું સ્કુટર બંધ કરું છું અને કાલે પણ મેં આમ જ કર્યું પણ લગભગ પોણી કલાક જેવા ટ્રાફિક ઉભા રેહતા લોકોને એમ ન થયું કે પોતાનું સ્કુટર કે કાર બંધ કરી દવ. ટ્રાફિકમાં ઉભેલા લેકોમાં એક રીક્ષાવાળાએ પોતાની રીક્ષા બંધ કરી હતી એક મોટી ઉમરના કાકા હતા કે જેને પોતાનું સ્કુટર બંધ કર્યું હતું બાકી બધા એમ નામ ચાલુ જ રાખીને ઉભા હતા. ધુમાડાને કારણે મારી આંખ બળવા લાગી થોડી જ વારમાં વાતાવરણ એકદમ ગરમ બની ગયું. તમે પણ આવો અનુભવ થયો જ હશે. આ હતી પહેલી વાત.
ગઈ કાલે રાત્રે હું મારા સ્કુટરમાં પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલપંપ પર લાઈન ઉભો હતો મારી આગળ ૧૭ જેટલા બાઈક હતા બધા વાહન ચાલકોએ પોતપોતાનું વાહન બંધ કરી જેમ જેમ વારો આવતો જાય તેમ આગળ વધતા હતા. મારી પછી બે સ્કુટર મુકીને એક એકટીવા લઈને મહિલા પેટ્રોલ પુરાવા આવ્યા. તેમની સાથે એક ૭ થી ૮ વર્ષનો છોકરો પાછળ બેઠો હતો. એ મહિલા એ પોતાનું સ્કુટર ચાલુ જ રાખ્યું હતું જેમ જેમ આગળ વધતા જાય તેમ પોતે સ્કુટર પર બેઠા બેઠા ધીરે ધીરે આગળ વધે. મારો વારો લગભગ ૧૫ મીનીટે આવ્યો અને હું પેટ્રોલ પુરાવીને આગળ ઉભો રહ્યો. એ મહિલા એ છેક સુધી પોતાનું સ્કુટર બંધ ન કર્યું જ્યાં સુધી એનો વારો ન આવ્યો. ઘણા લોકોને એમ થતું હશે આ વાતને પેટ્રોલના ભાવ સાથે શું લેવાદેવા..... કેટલીક નાની બાબતોથી પણ ઘણો મોટો પરિવર્તન આવી શકે.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો આજથી એક ટેવ રાખીએ કે ટ્રાફિકમાં વાહન બંધ રાખી અને પેટ્રોલ તેમજ પર્યાવરણ બચાવશું. એક વૃક્ષ એવી જગ્યાએ વાવશું કે જ્યાં આપણે તેનું જતન કરી શકીએ. અસ્તુ ........
Comments
Post a Comment