Posts

Showing posts from December, 2017

જાણો શું છે પ્રાચીન શહેર યરૂશલમનું મહત્વ અને વિવાદનું કારણ?

હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ફિલિસ્તીનના વચ્ચે ખુબ જ લાંબા સમયથી ચાલી રહેલો વિવાદને બાયપાસ કરીને એક અતિ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે દ્વિરાષ્ટ્રનો ખ્યાલનો અસ્વીકાર કરતા યેરૂશલમને ઇઝરાઈલની રાજધાનીના રૂપમાં માન્યતા આપી હતી. આ સાથે અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી યેરૂશલમમાં સ્થાપિત કરવાના સંબંધમાં પણ તેમની મંજૂરી આપી હતી. અમેરીટકાનો આ ફેંશલો જ્યાં એક વધુ આંતરાષ્ટ્રીય સમુદાયની રાય તેમજ પક્ષથી પૃથક છે તો બીજી બાજુ ઇઝરાયલના પક્ષને માન્યતા પણ પ્રદાન કરે છે. મુખ્ય બિંદુ  ઇઝરાઇલિઓ અને ફ્લસ્તીનિયોના પવિત્ર શહેર યેરૂશલમને લઈને વિવાદ ખુબ જ જૂનો અને ઊંડો છે. આ શહેર ફક્ત ઇસ્લામ અને યહૂદિયોં માટે મહત્વપૂર્ણ છે  એવું નથી પણ આ ખ્રિસ્તી ધર્મ અને અર્મેનિયાના લોકો માટે પણ ખુબ જ મહત્વપૂર્ણ એક પવિત્ર સ્થાન છે.  આનું સુધી મહત્તમ કારણ એ છે કે આ ત્રણેય સંપ્રદાય પૈગંબર ઇબ્રાહીમ પોત પોતના ધાર્મિક ઇતિહાસના અહમ અંગ માને છે. આ દુનિયાનું સૌથી પ્રાચીન શહેરમાંથી એક છે.  આ શહેરના કેન્દ્રમાં એક પ્રાચીન શહેર વસે છે જેને ઓલ્ડ શહેરના નામથી ઓળખવામાં આવે છે. એમની ચારે ...

ભારતના રાજકારણના સચિન એટલે - નરેન્દ્ર મોદી

ક્રિકેટનું નામ આવે અને સચિન તેંડુલકરને યાદ કરવામાં ન આવે એવું ભાગ્યે જ બને. જે રીતે ભારતીય સિનેમામાં અમિતાભ બચ્ચને જે ઉંચાઈ પ્રાપ્ત કરી છે તે જ રીતે જો ભારતીય રાજકારણમાં જો કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે નામના અને સૌથી ઉંચાઈ જો કોઈ પોહ્ચ્યું હોય તો તે ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. 2001માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સપથ લીધા ત્યારે કોઈ ને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે આ વ્યક્તિ ભારતની તસ્વીર બદલી નાખશે. એક રાજકીય પાર્ટીનો સામાન્ય કાર્યકતા આજે એશિયાનો સૌથી વિકસતા દેશનું પ્રતિનિધિ કરે છે ત્યારે એક સામાન્ય વ્યક્તિ તરીકે ગર્વ થવો જોઈએ.  નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હંમેશા છ કરોડ ગુજરાતીની વાત કરતા અને આજે જયારે તે ભારતના વડાપ્રધાન છે ત્યારે 125 કરોડ ભારતીયની વાત કરે છે જે સૌથી વધારે સારી વાત છે. આપણે બધાએ સૌથી પહેલા ભારતીય હોવાનો ગર્વ હોવો જોઈએ. એક પછી એક એમ ભારતના રાજકારણના બધા રેકોર્ડ નરેન્દ્ર મોદીએ તોડી નાખ્યા છે.  પ્રધાનમંત્રી બન્યા બાદ એક પછી એક એમ કુલ મળીને અત્યારે 19 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.  નરેન્દ્ર મોદી જયાર...

આજે ભારતના પ્રથમ મહિલા ફોટોજર્નાલિસ્ટ હોમી વ્યારાવાલાની ૧૦૪મી જન્મજયંતિ છે.

હોમી વ્યારાવાલાજીનો જન્મ ગુજરાતના નવસારી જિલ્લામાં આજના દિવસે ૧૯૧૩માં થયો હતો. તેમનો જન્મ એક માધ્યમ વર્ગના પારસી પરિવારમાં થયો હતો.. તેમનું બાળપણ ગુજરાતમાં વીત્યું હતું પરંતુ તેમના પિતાની થીએટર કંપની હોવાને કારણે તેઓ મુંબઈમાં સ્થાઈ થયા હતા. મુંબઈ આવ્યા પછી જે. જે. આર્ટ્સ સ્કુલમાં ફોટોગ્રાફીની શિક્ષા પૂર્ણ કરીને તેને ડિગ્રી મેળવી લીધી હતી. તેમને તેમના મિત્ર માણેકશા જમશેતજી વ્યારાવાલા સાથે લગ્ન કર્યા હતા જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એકાઉનટન્ટ અમે ફોટોગ્રાફર હતા.  હોમી વ્યારાવાલાજીએ ૧૯૩૮માં ફોટોગ્રાફીના વિશ્વમાં તેમણે શરુઆત કરી અને તે ભારતની પ્રથમ મહિલા ફોટોગ્રાફર બન્યા હતા. તે જમાનામાં કેમેરા એક ચમત્કાર માનવામાં આવતો હતો. હોમીજી પ્રથમ મહિલા ફોટોગ્રાફર બનવાની સાથે એક હોનહાર ફોટો પત્રકાર પણ હતા જેને આજે ફોટોજર્નાલીસ્ટ તરીકે ઓળખીયે છીએ. તેમની પ્રથમ તસ્વીર બોમ્બે ક્રોનિકલમાં પ્રકાશિત થઇ હતી. પ્રકાશિત થયેલી દરેક તસ્વીર માટે હોમી વ્યારાવાલાજીને એક રૂપિયા મેહ્ન્તાનું મળતું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી, તેમણે ધ  ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા મેગેઝીન માટે કામ કરવાનું શરુ કર્યું જે ૧૯૭૦ સુધી ...