ભારતનો દુશ્મન વસ્તી વધારો છે.
ભારત દેશ આઝાદ થયો ત્યારે કેટલી વસ્તી અને અત્યારે કેટલી વસ્તી છે તે જોતા જ ખ્યાલ આવી જશે કે દેશમાં વસ્તી વધારો કેટલો ફાટી નીકળ્યો છે. અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ દેશની વસ્તી વધે ત્યાં ભૂખમરો તેમજ પ્રચંડ બેકારી વધે છે. આજે દેશના કેટલાય લોકો એવા છે કે જે ભૂખ્યા પેટે સુવે છે તો બીજી તરફ જોઈએ તો દેશમાં આત્મહત્યા માં યુવાનો મોખરે છે કારણકે આર્થિક તંગી ને કારણકે તે આ પગલું લેતા હોય છે. કેટલાક લોકોને તો આ વસ્તી વધારો પણ ઓછો લાગે છે અને કહે છે કે હજુ વધારે બાળકો કરવા જોઈએ શું આ વ્યાજબી છે? ભારત દેશની આઝાદી પછી જો વસ્તી વધારા પર નિયંત્રણ રાખ્યું હોય તો આજે જે આર્થિક કટોકટી દેશમાં છે તે નો હોત. આજે દેશના યુવાનોને સરકાર રોજગાર પુરી પડી શકશે? કદાચ કોઈ પણની સરકાર રચાય તો પણ આટલી મોટી વસ્તી વાળા દેશ બધાને સરકારી નૌકરી આપી નો જ શકે. આ સરકારે પણ ભવિષ્ય માટે આયરે વસ્તી વધારા માટે નક્કર પગલાં લેવા જોઈએ. ભારતીયોની સંખ્યા ફક્ત ભારતમાં જ નય પરંતુ ભારતની બહાર પણ એટલી જ છે એ તો આપણે બીજા દેશનો આભાર માનવો જોઈએ કે ભારતીઓ ને સાચવી રાખ્યા છે. એક વાર વિચાર કરો કે જો બીજા દેશના લોકો જો જ્યાં ભારતીય વસે છે તે તેના દેશમાંથી હાંકી કાઢે તો આ દેશની હાલત શું થાય? આવું ન બને પણ જો બને તો આપણા દેશમાં અનાજ ના પણ ફાંફા પડી જાય. તમે મોટા શહેરોના રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન પર હંમેશા ભીડ જોશો. પ્રદુષણ જે રીતે વધે છે અને જંગોલો નો જે રીતે નાશ થઇ રહ્યો છે તે માટે પણ ફક્ત ને ફક્ત વસ્તી વિસ્ફોટક જ જવાબદાર છે. આજે ઘણી વાર એવું કહેવામાં આવે છે કે કોઈ પ્રાણી કોઈ ગામમાં કે શહેરમાં આવી ગયો પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે તે પ્રાણીઓના ઘર તેમજ તેની આઝાદી છીનવી લીધી છે. ક્યાં સુધી આમ થતું રહશે ? જો આ જ રીતે વસ્તી વધારો થતો રહશે તો ફક્ત આપણા દેશ જ નહિ પરંતુ આખા વિશ્વને તકલીફ પડશે આજે સમાજમાં હજુ એવી માનસિકતા છે કે દીકરી પછી દીકરો તો જોઈએ જ તેને લીધે જ વસ્તી વધે છે તો બીજી તરફ પોતાના આવક ઓછી હોવા છતાં વધારે બાળકો પેદા કરે છે અને તેનું પરિણામ આવતી પેઢીને ભોગવવું પડે છે. ચીન માં વસ્તી વધારે હતી એટલે એને પોતાની સૈન્ય તાકાત વધે તે માટે દરેક ઘરમાંથી એક બાળક ને ફરજીયાત આર્મીમાં જોડાવું પડે છે. ભારતમાં પણ કે તો કાયદો કડક બનાવવો પડશે કે તો આવા નક્કર પગલાં તેમજ નીતિ ઘડવી પડશે જેથી કરીને ભવિષ્યની પેઢીને કોઈ તકલીફ ઉભી નો થઇ તેમજ એ સારી રીતે તેમનું જીવન જીવી શકે. 2021માં ભારત માં વસ્તીની ગણતરી આવશે ત્યારે ખ્યાલ આવી જશે કે દેશમાં વસ્તી કેટલા પ્રમાણમાં વધી છે કે ઘટી છે.
Comments
Post a Comment