ચેતેશ્વર પુજારા રાહુલ દ્રવિડની યાદ અપાવે છે
રાહુલ દ્રવિડ એટલે ભારતીય ક્રિકેટમાં તેને ધ વોલ તરીકે સંબોધવામાં આવે છે કારણકે તેની ટેસ્ટ ક્રિકેટ રમવાની શૈલી જ તેને બનાવ્યો છે. રાહુલ દ્રવિડ પાસે જબરદસ્ત ટેક્નિક હતી જેથી તે ભલભલા બોલરને હંફાવી દેતો હતો. આવો જ એક બેટ્સમેન ભારતીય ક્રિકેટમાં રેહુલ દ્રવિડનું સ્થાન લઇ લીધું છે જે સૌરાષ્ટ્રના રાજકોટ જેવા શહેર આવે છે. આ નામ એટલે ભારતીય ક્રિકેટમાં જેને રાહુલ દ્રવિડ પછી ધ વોલ તરીકે કહેવામાં આવે છે એ અને તેનું નામ છે ચેતેશ્વર પુજારા। ચેતેશ્વર પુજારાએ હાલમાં રમાય રહેલી ભારત ઑસ્ટ્રિલિયા ટેસ્ટ સિરીઝ ના ત્રીજા ટેસ્ટમાં બેવડી સદી લગાવી હતી, આ બેવડી સદી એટલા માટે વિશિષ્ઠ ગણાશે કેમકે તેમાં પુજારા એ જે રીતનું ટેમ્પરામેન્ટ દેખાડ્યું એ કાબિલે તારીફ છે. આમેય ક્રિકેટમાં એવું કહેવાય છે કે ફોર્મ ઇસ ટેમ્પરરી બટ ક્લાસ ઇસ પર્મનેન્ટ. સૌરાષ્ટ્રમાંથી ઘણા વર્ષ પછી એક સારો બેટ્સમેન ભારતીય ક્રિકેટ ટીમને રેપ્રેઝન્ટ કરે છે. આમતો ચેતેશ્વર પુજારાની રમવાની શૈલી તદ્દન રાહુલ દ્રવિડ જેવી છે અને તે જયારે રમતો હોય ત્યારે આપણે 90ના દશક નું ક્રિકેટ યાદ આવે છે. આ પેહલા પણ ચેતેશ્વર પુજારા એ સદી તેમજ બેવડી સદી ફટકારી છે પરંતુ ભારત ઑસ્ટ્રલિયા સામે ત્રીજા મેચ માં જે રીતે વધુ સમય અને વધુ બોલનો સામનો કરીને તેને સાબિત કરી દીધું કે ટેસ્ટ ક્રિકેટ ની રમત માં આજે પણ ધૈર્યતા ખુબજ ઉપયોગી છે. ચેતેશ્વર પુજારા અત્યારે ભારતીય ટેસ્ટ ક્રિકેટ માં આધારસ્થંભ સમાન થઇ ગયો છે અને જયારે જયારે ભારતીય ક્રિકેટ ટીમ મુશ્કેલી હોય છે ત્યારે નિર્ણાયક સમયે ચેતેશ્વર ક્રિઝ પર તાકીને ફક્ત પોતાની વિકેટ બચાવવા જ નહિ પરંતુ સાથે સાથે સ્કોર બોર્ડ પાર રન બનતા રહે છે તે રિતે બેટિંગ કરે છે. ટેસ્ટ ક્રિકેટ કદાચ આજના સમયના યુવા જનરેશનને નહિ ખબર હોય પરંતુ સાચું ક્રિકેટ તો હજુ પણ ટેસ્ટ ક્રિકેટ જ છે. પુજારા જયારે ડોમેસ્ટીક ક્રિકેટ માં રમતો અને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન ન હતું તે સમયે પણ કલાસિક રમત રમીને રનની હારમાળા સર્જી દેતો હતો. કેટલાય એવા વિક્રમો છે જે પુજારા એ ડોમેસ્ટીક ક્રિકેટ માં બનવાયા છે. સચિન તેંડુલકરે કહ્યું હતું કે રેકોર્ડ તો તૂટવા માટે જ બનતા હોય છે એટલે રેકોર્ડ કરતા તમારું ફોર્મ અને એ થી પણ વધારે તમારામાં કેટલી ધીરજતા છે તે જ દર્શાવે છે કે તમે કેતો ટીમે ક્રિઝ પાર ઉભા રહો છે અને કેટલા રન બનાવો છો. ટેસ્ટ ક્રિકેટમાં ટેક્નિક નું ખાસ મહત્વ હોય છે અને જે ક્રિકેટર પાસે સારી ટેક્નિક નો હોય એટલે સમજી લેવાનું કે એ ક્રિકેટર ભલામણ દ્વારા ક્રિકેટમાં પર્દાપણ કર્યું હશે. પુજારામી ટેક્નિક લગભગ રાહુલ દ્રવિડ ને મળતી આવે છે અને સમય જતા તે હજુ પરિપક્વ બનશે અને આના કરતા પાર સારું ફૂટવર્ક વાપરશે। ચેતેશ્વર પુજારા એ પણ ટેસ્ટ ક્રિકેટના હાલના કેપ્ટાન વિરાટ કોહલી ની જેમ ઓછા મેચ માં ઘણી સદી મારી દીધી છે અને એ પણ ઑસ્ટ્રલિયા તેમજ ઇંગ્લેન્ડ જેવી ધરખમ ટીમો જેવી સામે રનના ઢગલા ખડકલા કર્યા છે. પુજારાની આ બેવડી સદી ના તો વિરાટ કોહલી એ પણ ભારોભાર વખાણ કાર્ય હતા અને કહ્યું કે યોગ્ય સમયે ઉપયોગી પરી રમીને ચેતેશ્વર એ સાબિત કરી દીધું કે તેનામાં રનની ભૂખ છે. ચેતેશ્વર રાજકોટ જ નહિ પણ દેશનું નામ રોશન કરતો રહે તે માટે શુભેચ્છા.
Comments
Post a Comment