ભારતનો દુશ્મન વસ્તી વધારો છે.
ભારત દેશ આઝાદ થયો ત્યારે કેટલી વસ્તી અને અત્યારે કેટલી વસ્તી છે તે જોતા જ ખ્યાલ આવી જશે કે દેશમાં વસ્તી વધારો કેટલો ફાટી નીકળ્યો છે. અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ દેશની વસ્તી વધે ત્યાં ભૂખમરો તેમજ પ્રચંડ બેકારી વધે છે. આજે દેશના કેટલાય લોકો એવા છે કે જે ભૂખ્યા પેટે સુવે છે તો બીજી તરફ જોઈએ તો દેશમાં આત્મહત્યા માં યુવાનો મોખરે છે કારણકે આર્થિક તંગી ને કારણકે તે આ પગલું લેતા હોય છે. કેટલાક લોકોને તો આ વસ્તી વધારો પણ ઓછો લાગે છે અને કહે છે કે હજુ વધારે બાળકો કરવા જોઈએ શું આ વ્યાજબી છે? ભારત દેશની આઝાદી પછી જો વસ્તી વધારા પર નિયંત્રણ રાખ્યું હોય તો આજે જે આર્થિક કટોકટી દેશમાં છે તે નો હોત. આજે દેશના યુવાનોને સરકાર રોજગાર પુરી પડી શકશે? કદાચ કોઈ પણની સરકાર રચાય તો પણ આટલી મોટી વસ્તી વાળા દેશ બધાને સરકારી નૌકરી આપી નો જ શકે. આ સરકારે પણ ભવિષ્ય માટે આયરે વસ્તી વધારા માટે નક્કર પગલાં લેવા જોઈએ. ભારતીયોની સંખ્યા ફક્ત ભારતમાં જ નય પરંતુ ભારતની બહાર પણ એટલી જ છે એ તો આપણે બીજા દેશનો આભાર માનવો જોઈએ કે ભારતીઓ ને સાચવી રાખ્યા છે. એક વાર વિચાર કરો કે જો બીજા દેશના લોકો જો જ્યાં ભારતીય વસે...