યુનિયન બજેટ 2018 : કહી ખુશી કહી ગમ......
ગઈ કાલે એટલે કે 1 ફેબ્રુઆરીના 11 કલાકે આમ બજેટ પેશ કરવામાં આવ્યું હતું. આ વખતે વિત મંત્રી અરુણ જેટલીએ બજેટ ભાષણ હિન્દીમાં આપ્યું હતું. એમાં ફક્ત ટેક્સ અને કોર્પોરેટનો ભાગ અંગ્રેજીમાં હતો. મોદી સરકારના કાર્યકાળનું આ છેલ્લું બજેટ હતું.
ભારતના એનડીએ સરકારના નાણાપ્રધાન અરુણ જેટલીએ આમ બજેટ 2018 ગઈ કાલે રજુ કર્યું હતું. બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ કરવામાં આવ્યા નથી. બજેટમાં ફક્ત 40,000 રૂપિયાના સ્ટેડેર્ડ ડીડક્સન દેવામાં આવ્યું છે. ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. અરુણ જેટલીએ ખેડૂત માટે ઘણી ખરી ઘોષણા કરી હતી જેમાં હવે ખેડૂતોને દરેક પાકના ન્યુનતમ સમર્થન મૂલ્ય મળશે જે હાલ થોડાક જ પાકને મળશે. ગ્રામીણ બજારને એ નૈમ નું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 42 મેગા ફૂડ પાર્ક પણ બનવવામાં આવશે. ખેડૂતોના દેવા માટે 11 લાખ કરોડ રૂપિયાનું ફંડ અલોંર્ટ કરવામાં આવ્યું છે. નાણાંમંત્રી અરુણ જેટલુંએ કહ્યું કે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જીએસટીને સરળ બનાવવાની કોશિશ કેસરી રહ્યા છીએ.
શિક્ષણના ક્ષેત્રમાં કેટલીય ઘોષણા કરી છે. પ્રી નર્સરીથી લઇ 12મી સુધીની શિક્ષા ઉપર જોર દીધો છે. 24 નવા મેડિકલ કોલેજ ખોલવામાં આવશે તેવી પણ ઘોષણા કરવામાં આવી હતી. બરોડામાં રેલવે યુનિવર્સીટી બનશે. આદિવાસીઓ માટે એકલવ્ય વિદ્યાલય બનવામાં આવશે. મેડિકલની વાત કરતા વિતમંત્રીએ કહ્યું કે દેશમાં 40 ટાકા લોકોનો ખર્ચ સરકાર ઊપાડશે. નવા કર્મચારીયોને સરકાર ઈપીએફ 12 ટાકા આપશે. દિલ્લી એનસીઆરમાં પ્રદુષણથી બચવા માટે નવી સ્કીમ લાવવામાં આવશે. ઉજ્જવલા યોજનામાં 8 કરોડ ગેસ કનેકશન.
સ્કૂલમાં બ્લેક બોર્ડને બદલે ડિજિટલ બોર્ડ તેમજ ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન વધારવા સરકાર પ્રયાસ કરશે. વ્યાપાર શરુ કરવા મુદ્રા યોજના માટે 3 લાખ કરોડ રુપીયાના ફંડ અને નાના ઉદ્યયોગ એકમો માટે 3,794 કરોડ ખર્ચ કરશે. હેલ્થ વેલનેસ કેન્દ્ર બનાવવા માટે 1,200 કરોડ ફંડ ખર્ચ કરવામાં આવશે. 10 કરોડ ગરીબ પરિવારોને મેડિકલ ખર્ચ મળશે. દરેક પરિવારને વર્ષમાં એક વર્ષમાં પાંચ લાખનું મેડિકલ ખર્ચ મળશે. દેશની 40 ટાકા આબાદીને સરકારી હેલ્થ વીમો મળશે.
બટેટા, ડુંગરી અને ટામેટા માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિતમંત્રીએ 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનું એલાન કર્યું હતું. દેશમાં 2 કરોડ શૌચાલય વધારે બનાવવામાં આવશે. વિતમંત્રીએ કહ્યું કે કિશાન ક્રેડિટ કાર્ડ પશુ પાલકોને પણ મળશે. 42 મેગા ફૂડ પાર્ક બનાવવામાં આવશે. સરકારી સેવાઓ ઓનલાઇન કરવાના પ્રયાસ ચાલુ છે. બે થી ત્રણ દિવસમાં પાસપોર્ટ ઘરે આવી જાય છ. એક દિવસમાં કંપની રજીસ્ટર થઇ જાય છે.
Comments
Post a Comment