યુનિયન બજેટ 2018 : કહી ખુશી કહી ગમ......
ગઈ કાલે એટલે કે 1 ફેબ્રુઆરીના 11 કલાકે આમ બજેટ પેશ કરવામાં આવ્યું હતું. આ વખતે વિત મંત્રી અરુણ જેટલીએ બજેટ ભાષણ હિન્દીમાં આપ્યું હતું. એમાં ફક્ત ટેક્સ અને કોર્પોરેટનો ભાગ અંગ્રેજીમાં હતો. મોદી સરકારના કાર્યકાળનું આ છેલ્લું બજેટ હતું. ભારતના એનડીએ સરકારના નાણાપ્રધાન અરુણ જેટલીએ આમ બજેટ 2018 ગઈ કાલે રજુ કર્યું હતું. બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ કરવામાં આવ્યા નથી. બજેટમાં ફક્ત 40,000 રૂપિયાના સ્ટેડેર્ડ ડીડક્સન દેવામાં આવ્યું છે. ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. અરુણ જેટલીએ ખેડૂત માટે ઘણી ખરી ઘોષણા કરી હતી જેમાં હવે ખેડૂતોને દરેક પાકના ન્યુનતમ સમર્થન મૂલ્ય મળશે જે હાલ થોડાક જ પાકને મળશે. ગ્રામીણ બજારને એ નૈમ નું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 42 મેગા ફૂડ પાર્ક પણ બનવવામાં આવશે. ખેડૂતોના દેવા માટે 11 લાખ કરોડ રૂપિયાનું ફંડ અલોંર્ટ કરવામાં આવ્યું છે. નાણાંમંત્રી અરુણ જેટલુંએ કહ્યું કે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જીએસટીને સરળ બનાવવાની કોશિશ કેસરી રહ્યા છીએ. શિક્ષણના ક્ષેત્રમાં કેટલીય ઘોષણા કરી છે. પ્રી નર્સરીથી લઇ 12મી ...