હિરોઈન ઓફ હાઇજેક - નીરજા ભનોટ
નીરજા ભનોટ અશોક ચક્રથી સન્માનિત એક પૈન એમ એયરલાયન્સની પરિચારિકા હતી. ૫ સપ્ટેમ્બર ૧૯૮૬માં હાઇજેક થયેલા પૈન એમ ફ્લાઈટ ના ૭૩ યાત્રીઓની સહાયતા તેમજ સુરક્ષા કરતા કરતા તે આતંકવાદીઓની ગોળીઓ ની શિકાર થઇ ગઈ હતી. તેની આ બહાદુરી માટે તેને મરણોપરાંત ભારત સરકારએ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત એનાયત કરવવામાં આવ્યો હતો. નીરજા ભનોટનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૬૩માં ભારતના ચંડીગઢમાં થયો હતો. નીરજા રમા ભનોટ અને હરીશ ભનોટની સુપુત્રી હતી. હરીશ ભનોટ 'ધ હિદુસ્તાન ટાઈમ્સ' મુંબઈમાં પત્રકારિતાના ક્ષેત્રમાં કાર્યરત હતા. નીરજાનું પ્રારંભિક શિક્ષણ તેમનું ગૃહનગર ચંડીગઢના સેક્રેડ સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં લીધું હતું. નીરજાએ બાકીનું શિક્ષણ મુંબઈ સ્કોટિસ સ્કુલ અને સેંટ ઝેવિયર્સ કોલેજ માંથી મેળવ્યું હતું. નીરજાના લગ્ન વર્ષ ૧૯૮૫માં થયા હતા અને તે તેના પતિ સાથે ખાડી દેશમાં જતી રહી હતી પરંતુ થોડાક સમયમાં જ દહેજના દબાવને લઈને આ સંબધમાં ખટાસ આવી અને લગ્નના બે મહીનામાં જ નીરજા ફરી મુંબઈ તેમના પિતાના ઘરે આવી ગઈ હતી. તે પછી તેણીએ પૈન એમમાં વિમાન પરિચારિકાની નૌકરી માટે આવેદન કર્યું અને તે નિમણુક થયા...